Home /News /kutchh-saurastra /

જીજ્ઞેશ મેવાણી કચ્છથી ચૂંટણી લડે તે પહેલા જ વિરોધ, કોંગ્રેસ કાર્યકરોએ આપી ચેતવણી

જીજ્ઞેશ મેવાણી કચ્છથી ચૂંટણી લડે તે પહેલા જ વિરોધ, કોંગ્રેસ કાર્યકરોએ આપી ચેતવણી

કચ્છમાં હજુ ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી. ત્યાજ વિરોધ શરૂ થઇ ગયો છે

કચ્છમાં હજુ ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી. ત્યાજ વિરોધ શરૂ થઇ ગયો છે

    2019ની ચુંટણીની ધડીઓ ગણાઇ રહી છે અને રાજકીય પાર્ટીઓ તેની તૈયારીમા લાગી ગયુ છે. જો કે કચ્છમાં હજુ ઉમેદવારના નામની જાહેરાત થઇ નથી. ત્યાજ વિરોધ શરૂ થઇ ગયો છે. 2014માં કચ્છ લોકસભા પરથી બરાતુ ઉમેદવારને કોગ્રેસે ટીકીટ આપવાની કરેલી ભુલ આ વખતે ન થાય તે માટે જાહેરમાં વિરોધ સાથે કોગ્રેસના કાર્યક્રરોએ સ્થાનીક ઉમેદવારને ટીકીટ માટેની માંગણી કરી છે. જો કે કોગ્રેસે સત્તાવાર રીતે બારાતુ ઉમેદવાર ને ટીકીટ આપવા અંગે રદીયો આપ્યો છે.

    જીજ્ઞેસ મેવાણી કચ્છમાંથી ઉમેદવારી કરે તેવી અટકળો તો લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ લોકસભાની ચુંટણી નજીક આવતા સ્થાનીક રાજકારણ ગરમાયુ છે. બારાતુ ઉમેદવાર અથવા કચ્છમાં કોગ્રેસ ઉમેદવારી ન કરે તેવી વહેતી થયેલી વાતો વચ્ચે કચ્છના સ્થાનીક કાર્યક્રરો ખુલીને સામે આવ્યા છે. અને સ્થાનીક ઉમેદવારને જ કોગ્રેસ ટીકીટ આપે તેવી માંગણી કરી છે. જે માટે પત્ર સાથે સોશિયલ મીડીયામાં કોગ્રેસના કાર્યક્રરોએ પોસ્ટ મુકી કોગ્રેસ આવુ પગલુ ભરે તે પહેલા જ પ્રદેશને આકડકરી ચેતવણી આપી છે. જો કે મિડીયામાં પાર્ટી લેવલે તેમના સામે કોઇ કાર્યવાહી ન થાય તે માટે વિરોધ કરનાર કોગ્રેસી કાર્યક્રરો આગેવાનો વિરોધ નહી પરંતુ માંગણી સ્વરૂપે પોસ્ટ મુકવાની વાત કરે છે.

    જો કે આ અંગે કોગ્રેસના આગેવાનોનો સંપર્ક કરાયો તો તેઓએ વિરોધ નહી પરંતુ કોગ્રેસી કાર્યક્રરોએ માંગ કરી હોવાનુ જણાવ્યુ હતુ પરંતુ સાથે તેઓએ આ માંગણીના માધ્યમને ખોટુ જણાવતા કહ્યુ હતુ કે હજુ પ્રક્રિયા ચાલુ છે. અને પ્રદેશ કોગ્રેસે આવી કોઇ તૈયારી બરાતુ ઉમેદવારને ટીકીટ આપવા માટે કરી નથી સ્થાનીકે સેન્સ લેવાયા બાદ રાષ્ટ્રીય રણનીતીના ભાગરૂપે ઉમેદવાર નક્કી થશે તેથી આ વિરોધ થોડો વહેલો ગણાવી સ્થાનીક ઉમેદવારને ટીકીટ આપવી જોઇએ તેવીમા તેઓએ પણ સમર્થન આપ્યુ હતુ.

    કોગ્રેસ પ્રદેશ મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ જણાવ્યું કે, ચુંટણી સમયે વિરોધ જુથ્થબધી આવુ ચાલ્યા કરે અત્યારે કોગ્રેસના કાર્યક્રરો સ્થાનીક ઉમેદવાર માટે લડી રહ્યા છે. ત્યાર બાદ પંસદગીના ઉમેદવારને ટીકીટ ન મળવા મુદ્દે વિરોધ સામે આવશે, પરંતુ 2019ની શરૂઆત કચ્છ કોંગ્રેસની સારી થઇ નથી. કેમકે હજુ ઉમેદવાર જાહેર થાય તે પહેલાજ કોગ્રેસમાં સ્થાનીક ઉમેદવારની ટીકીટની માંગણી સાથે કાર્યક્રરો હોદ્દેદારો ખુલ્લીને પ્રદેશમાં માંગણી સ્વરૂપે વિરોધમાં ઉતર્યા છે. જેનુ ડેમેજ કન્ટ્રોલ માટે પણ સ્થાનીક કોંગ્રેસી આગેવાનો હાલ મથામણ કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Before, Contest, Kutch, Protest

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन