Home /News /kutchh-saurastra /

The Great Indian Bird: કચ્છ ઘોરાડ અભ્યારણમાં વીજલાઈનો ભૂગર્ભ ન કરાતાં સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની ફરિયાદ

The Great Indian Bird: કચ્છ ઘોરાડ અભ્યારણમાં વીજલાઈનો ભૂગર્ભ ન કરાતાં સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની ફરિયાદ

ઘોરાડ

ઘોરાડ

The Great Indian Bird: ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ આદેશ મુજબ કચ્છના ઘોરાડ અભ્યારણમાંથી પસાર થતી વીજલાઈનો ભૂગર્ભ ન કરાતાં અદાલતમાં કોર્ટની

    કચ્છ: સતત લુપ્ત થતા ઘોરાડ પક્ષી જેને ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પણ કહેવામાં આવે છે તેના સંરક્ષણ માટે અનેક વખતથી પ્રયાસો કરાઈ રહ્યા છે. ગત વર્ષે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ કચ્છના ઘોરાડ અભ્યારણમાં પસાર થતી વીજ લાઈનો ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ કરવા આદેશ કર્યો હતો. જો કે આ મુદ્દે એક વર્ષ સુધી કોઈ પગલાં લેવામાં ન આવતા અવમાનનાની ફરિયાદ દાખલ કરાઈ છે.

    2019માં વાઈલ્ડ લાઈફ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ જાડેજા અને કચ્છના જાણીતા પક્ષીવિદ નવીન બાપટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કચ્છના અબડાસા તાલુકામાં જખૌ પાસે આવેલ ઘોરાડ અભ્યારણ મુદ્દે કેસ દાખલ કરાયો હતો. અતિ દુર્લભ એવા ઘોરાડ પક્ષી માટે સંરક્ષિત વિસ્તાર એવા અભ્યારણમાં આડેધડ પસાર થતી વીજલાઇનથી પક્ષીઓને નુકસાન થઈ શકે જે ધ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સર્વે સરકારી એકમો તેમજ ખાનગી કંપનીઓને વીજલાઈન ભૂગર્ભ કરવાનો આદેશ મળ્યો હતો. ઉપરાંત જ્યાં સુધી વીજલાઇન ભૂગર્ભ કરવાની કામગીરી પૂરી થાય ત્યાં સુધી બર્ડ ડીફ્લેક્ટર લગાવવા આદેશ કરાયો હતો

    જો કે એ ચુકાદાના એક વર્ષ બાદ પણ આદેશ મુજબ કોઈ પ્રકારની અમલવારી કરવામાં આવી નથી. આ કારણે રણજીતસિંહ જાડેજા અને નવીન બાપટ દ્વારા ફરી એક વખત અદાલતની અવમાનનાની ફરિયાદ દાખલ થઈ છે. News18 સાથે ખાસ વાતચીતમાં નવિનભાઈએ જણાવ્યું હતું કે હાઈ ટ્રાન્સમિશન વીજ લાઈનના કારણે કચ્છમાં બે ઘોરાડ પક્ષીઓના મોત થયા છે અને પવનચક્કીઓના અવાજને કારણે પક્ષીઓ તેમના માટે સંરક્ષિત અભ્યારણથી જ દૂર ભાગે છે.

    આ પણ વાંચો: નરેશ પટેલનું મોટું નિવેદન, 'જો સમાજ આદેશ કરશે તો હું રાજકારણમાં આવીશ'

    ઘોરાડ પક્ષીને ભારતમાં લુપ્ત પ્રજાતિ તરીકે ઘોષિત કરાયું છે. 1972ના વાઈલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ઘોરાડ પક્ષીને સંરક્ષિત કરાયું છે. સંયુક્ત રાષ્ટ્રોના ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કંઝરવેશન ઓફ નેચર દ્વારા પણ ઘોરાડને ક્રિટીકલી એન્ડેંજર્ડ ઘોષિત કરી રેડ લિસ્ટમાં મુકાયું છે.

    આ પણ વાંચો: Assembly elections પહેલા કોંગ્રેસ નેતાઓ જોશમાં, BJPને હરાવવા કોંગ્રેસ એક ટીમ બની કામ કરશે

    જુલાઈ 2020માં કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે દ્વારા સંસદમાં અપાયેલ એક ઉત્તર મુજબ કચ્છના ઘોરાડ અભ્યારણમાં એક પણ ઘોરાડ પક્ષી મૌજુદ નથી. જો કે આ વર્ષે સપ્ટેમ્બરમાં વન વિભાગ દ્વારા લખપત તાલુકાની મુલાકાત દરમ્યાન ચાર ઘોરાડ પક્ષીઓ નજરે પડ્યાં હતાં જેની માહિતી લખપતના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ટ્વીટર પર અપાઈ હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch news, Local News, કચ્છ, ઘોરાડ અભ્યારણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन