Home /News /kutchh-saurastra /

Kutch: આગાહી પૂરી થયા બાદ પણ નલિયા અને કંડલામાં આજે કોલ્ડ વેવની અસર

Kutch: આગાહી પૂરી થયા બાદ પણ નલિયા અને કંડલામાં આજે કોલ્ડ વેવની અસર

ફાઈલ તસવીર

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (Weather Forecast) મુજબ કોલ્ડ વેવની (Cold Wave) અસર વર્તાઈ હતી અને લઘુતમ તાપમાનનો પારો નીચે સરક્યો હતો અને સમગ્ર રાજ્યમાં ઠંડીનો ઠાર યથાવત રહ્યો હતો અને ઠંડીના ચમકારાથી તમામ લોકો ઠુંઠવાયા હતા.

વધુ જુઓ ...
    કચ્છ:  સમગ્ર રાજ્યમાં છેલ્લાં 3 દિવસથી હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (Weather Forecast) મુજબ કોલ્ડ વેવની (Cold Wave) અસર વર્તાઈ હતી અને લઘુતમ તાપમાનનો પારો નીચે સરક્યો હતો અને સમગ્ર રાજ્યમાં ઠંડીનો ઠાર યથાવત રહ્યો હતો અને ઠંડીના ચમકારાથી તમામ લોકો ઠુંઠવાયા હતા તો આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 14 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જ્યારે કે કચ્છ જિલ્લાની વાત કરીએ તો સર્વત્રે તાપમાનમાં થોડો વધારો નોંધાયો છે પણ અમુક વિસ્તારોમાં હજુ પણ કોલ્ડ વેવ અને સિવિયર કોલ્ડ વેવની અસર યથાવત છે.

    છેલ્લાં ત્રણેક દિવસોથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને ઠંડા અને સૂકા પવન અનુભવાયા હતા. પરિણામે દિવસભર લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી તો ઠેર ઠેર લોકો તાપણી કરતા નજરે પડ્યા હતા. ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનો ફૂંકાતા પારો નીચે સરક્યો હતો અને હાથ થીજાવતી ઠંડીનું લોકોને અનુભવ થયું હતું.

    હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 5 ડિગ્રીથી 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 5.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.

    આ પણ વાંચો: Cold Wave: 'ઠરશે ગુજરાત', અમદાવાદમાં પારો 6.7 ડિગ્રીએ પહોંચ્યો, ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો

    કચ્છના મુખ્ય મથક ભુજમાં આજે તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું હતું, જે ગઈકાલના તાપમાનથી 0.3 ડિગ્રી નીચું ગયું હતું. બીજી તરફ કંડલા પોર્ટના તાપમાનમાં 0.5 ડિગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું હતું. તો રાજ્યના સૌથી ઠંડા મથક નલિયામાં 1.2 ડીગ્રીનો વધારો થઈ ન્યુનત્તમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું.

    આજે સવારે કંડલા નું ન્યુનત્તમ તાપમાન સામાન્યથી 4.3 ડિગ્રી નીચું હતું જે કોલ્ડ વેવની અસર વર્તાવે છે. નલિયાનું ન્યુનત્તમ તાપમાન પણ સામાન્યથી 5.9 ડિગ્રી નીચું હતું જે સિવિયર કોલ્ડ વેવના લક્ષણો દર્શાવે છે. જો કે કચ્છના નલિયા અને કંડલામાં આજે પણ કોલ્ડ વેવની અસર યથાવત રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

    આ પણ વાંચો: બજેટના કારણે આ સ્ટોક્સમાં આવી શકે તોફાની તેજી, જાણો શું કહે છે Axis Securities

    આજે ગુજરાતના મહાનગર ગાંધીનગર, રાજકોટ અને સરહદી જિલ્લા કચ્છના નલિયા તથા કંડલા ખાતે કોલ્ડ વેવની અસર વર્તાશે તો શીતલહેરને લઈ તકેદારી રાખવા માટે હવામાન વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. આ સિવાયના અન્ય જિલ્લાઓમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat weather update, Kutch, કચ્છ

    આગામી સમાચાર