Kutch Weathers: નલિયા અને કંડલામાં કોલ્ડ વેવની અસર યથાવત, જાન્યુઆરીના અંત સુધીમાં તડકો તપવાનુ શરૂ થશે
Kutch Weathers: નલિયા અને કંડલામાં કોલ્ડ વેવની અસર યથાવત, જાન્યુઆરીના અંત સુધીમાં તડકો તપવાનુ શરૂ થશે
પ્રતિકાત્મક તસવીર
આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે નલિયા (Cold Wave in Naliya) અને કંડલામાં (Cold Wave in Kandla) કોલ્ડ વેવના લક્ષણો દેખાય હતા.
Kutch: સમગ્ર રાજ્યમાં છેલ્લાં બે દિવસથી કોલ્ડ વેવની (Cold Wave) અસર વર્તાઈ રહી છે છે અને ફરીથી લઘુતમ તાપમાનનો (Minimum Temperature) પારો નીચે સરક્યો છે અને ઠંડીના ચમકારાથી તમામ લોકો ઠુંઠવાયા હતા તો આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે નલિયા (Cold Wave in Naliya) અને કંડલામાં (Cold Wave in Kandla) કોલ્ડ વેવના લક્ષણો દેખાય હતા. કોલ્ડ વેવ વચ્ચે કચ્છના નલિયાનું તાપમાન રાજ્યભરમાં સૌથી નીચું રહ્યું હતું. જો કે આવતીકાલથી જિલ્લાનું તાપમાન ફરી વધશે અને ઠંડીનું જોર નરમ પડશે.
રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનો રાજ્યભરમાં અનુભવાઈ રહ્યા છે જેના પરિણામે કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ ખાતે હાલમાં દિવસભર કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે. ઉપરાંત રાજ્યના ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં પણ આજે જાન્યુઆરી સુધી રોજ કોલ્ડ વેવની અસર વર્તાશે.
હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 4.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.
જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આજે કોલ્ડ વેવની અસર પૂરી થઈ હતી. બુધવારે ભુજનું ન્યુનત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું જ્યારે કે આ ન્યુનત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું થયું હતું. તો કંડલાનું ન્યુનત્તમ તાપમાન આજે સામાન્ય તાપમાન મુજબ રહ્યું હતું. કંડલામાં આજે ન્યુનત્તમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું કે આવતીકાલથી આકાશમાં વાદળો ન હોતાં તડકો છવાશે અને ઠંડીમાં પણ ઘટાડો થશે સાથે જ મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાશે. આવતા દિવસોમાં ચોખ્ખા આકાશ વચ્ચે તડકો યથાવત રહેશે અને મહિનાના અંત સુધીમાં તડકો જોર પકડશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર