Home /News /kutchh-saurastra /

Kutch Weather: આગામી ચાર દિવસ ફરી એક વખત ઠંડીમાં સહેજ વધારો થવાની આગાહી

Kutch Weather: આગામી ચાર દિવસ ફરી એક વખત ઠંડીમાં સહેજ વધારો થવાની આગાહી

મોર્નિંગ વોક પર નીકળેલા લોકો

જિલ્લામાં છેલ્લા થોડા અઠવાડિયાથી તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત જણાવ્યું છે કે આવતીકાલથી ચાર દિવસ સુધી તાપમાન થોડો નીચો જશે.

    કચ્છ: જેમ જેમ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળો (Gujarat Winter) અંત તરફ ધપી રહ્યો છે તેમ તાપમાનમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. શિયાળો અંત તરફ આવતા રાજ્યમાં ઠંડી ધીમે ધીમે ઓછી થાય છે અને દિવસ દરમ્યાન ન્યુનત્તમ તાપમાન ઝડપથી વધી રહ્યો છે. આજે સમગ્ર રાજ્યમાં દિવસ દરમ્યાન સામાન્ય તાપમાન (Gujarat Temperature) નોંધાયું છે. તો હવામાન વિભાગ (Meteorological Department) મુજબ જિલ્લામાં (Kutch Winter) આવતા ચાર દિવસ સુધી ઠંડીમાં હળવો વધારો નોંધાશે.

    સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી હવામાનમાં પલટો આવ્યો છે. આજે રાજ્યમાં તાપમાનનો પારો પાછો ઉપર ચઢ્યો છે અને સાથે જ ઠંડીનો ચમકારો પણ ઘટ્યો છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો રાજ્યમાં આજે લઘુતમ તાપમાન 13 ડિગ્રીથી 20 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.તો મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો 31 થી 35 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.

    આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ લઘુત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 13.5 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર ખાતે 16.8 ભુજ ખાતે 17.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 16.3, બરોડામાં 17.4, અમદાવાદ ખાતે 17.8 અને કંડલા ખાતે 17.4, ભાવનગરમાં 19, સુરતમાં 19.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

    આ પણ વાંચો: ભટ્ટી ગેંગનો સુત્રધાર ઝડપાયો, હિંમતનગર પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

    ઉપરાંત મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન કંડલા ખાતે 34.6 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર ખાતે 32, નલિયા ખાતે 32.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 34.1, બરોડામાં 33.8, અમદાવાદ ખાતે 33.7, ભુજ ખાતે 33.7, ભાવનગરમાં 31.7 અને સુરતમાં 33 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

    આ પણ વાંચો: કૉંગ્રેસના ગઢમાં ગાબડું: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ ભાજપમાં જોડાશે

    કચ્છના જિલ્લામથક ભુજનું ન્યુનત્તમ તાપમાન 17.3 ડિગ્રી નોંધાયું હતું જ્યારે કે મહત્તમ તાપમાન વધીને 33.7 ડિગ્રી પહોંચ્યું હતું. બીજી તરફ કચ્છના શીત મથક નલિયાનું ન્યુનત્તમ તાપમાન વધીને 13.5 ડિગ્રી થયું હતું જ્યારે કે મહત્તમ તાપમાનમાં પણ વધારો થતાં 32.5 ડિગ્રી થયું હતું. તો કંડલાનું તાપમાન 17.4 થી 34.6 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. તો કાલથી ચાર દિવસ સુધી જિલ્લામાં સવારના ભાગે ઠંડીમાં વધારો નોંધાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gujarat Weather, Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन