દલિતોના બહિષ્કાર અંગે CM રૂપાણીએ કહ્યું 'સરકાર કડક પગલાં લેશે'

News18 Gujarati
Updated: May 10, 2019, 2:41 PM IST
દલિતોના બહિષ્કાર અંગે CM રૂપાણીએ કહ્યું 'સરકાર કડક પગલાં લેશે'
કચ્છની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી

કડીના દલિત સમાજના બહિષ્કાર અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારોનો બહિષ્કાર ચલાવી લેવામાં નહીં આવે અને સરકાર કડક પગલાં ભરશે એવી ખાત્રી પણ આવી હતી.

  • Share this:
મેહુલ સોલંકી, કચ્છઃ કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. અને કોટેશ્વર ખાતે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક પણ યોજી હતી. અધિકારીઓ સાથે અછત અંગે સમીક્ષા કરી અને ઘાસ અને પાણીની સમસ્યાને ઉકેલવાની ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરતા કડીના દલિત સમાજના બહિષ્કાર અંગે જણાવ્યું હતું કે, આ પ્રકારોનો બહિષ્કાર ચલાવી લેવામાં નહીં આવે અને સરકાર કડક પગલાં ભરશે એવી ખાત્રી પણ આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "આ વખત કચ્છમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ચોમાસું પુરુ થયું ત્યારથી જ સરકારે વિશેષ કચ્છ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સામાન્ય રીતે અછત જાન્યુઆરીમાં જાહેર થાય એના બદલે સપ્ટેમ્બરમાં કહ્યું અને ઓક્ટોબરમાં ચાલું કરી દીધું છે. હવે મહિનો દોઢ મહિનો બચ્ચો છે ત્યારે કચ્છમાં કોઇપ્રકારની અછત ના સર્જાય અને દરેક પ્રકારની મદદ મળી રહે તે માટે હું કચ્છ આવ્યો છું. કચ્છના બની, કાવડા, લખપત અને નારાયણ સરોવર સુધી આ વિસ્તારો જે અસર ગ્રસ્ત છે જેમાં મે મુલાકાતો અને કાર્યક્રમ રાખ્યા છે. સૌ પ્રથમ નારાયણ સરોવર કોટેશ્વરમાં ભગવાનના દર્શન કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજે કચ્છના દરેક પશુઓને ખોરાક માટે ઘાસ મળી રહે અને દરેક માણસને વાપરવાનું અને પીવાનું પાણી મળી રહે એ સંદર્ભે રિવ્યું કરવામાં માટે આવ્યું છું. સૌથી વધારે અસગ્રસ્ત વિસ્તારોમાં કોઇને તકલિફ ન પડે તે માટે જાત નિરિક્ષણ કરવા માટે આવ્યો છું."

દલિત સમાજના યુવકે કાઢેલા વરઘોડાના પ્રશ્ન ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "આ કોઇપણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં. સરકાર સ્પષ્ટ છે કોઇપણ દલિત હોય કે કોઇપણ સમાજના હોય. એ પોતાના પ્રસંગો એ આનંદથી ઉજવે, ઘોડા ઉપર બેસીને જાય, વરઘોડો પણ કાઢે કોઇપણ પ્રકારની સામાજિક વિસંવાદીતતા સરકાર ચલાવવા માંગતી નથી. કડી પાસેના ગામમાં જે ઘટના બની છે એ અંગે સરકાર ગઇકાલથી જ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. ધરપકડો પણ કરી છે.અને કોઇ સામાજિક બિષ્કાર સરકાર ચલાવવા દેશે નહીં. દલિતો માટે સરકારની પૂર્ણરૂપે સહાનુભૂતિ છે. એ અંગે સરકાર કડકમાં કડક પગલાં લેશે અને લઇ રહી છે."
First published: May 10, 2019, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading