Home /News /kutchh-saurastra /

મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના: રાજ્યના બજેટમાં ફાળવાયેલા 500 કરોડ કચ્છ માટે લાભદાયી

મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના: રાજ્યના બજેટમાં ફાળવાયેલા 500 કરોડ કચ્છ માટે લાભદાયી

પ્રતિકાત્કમ

પ્રતિકાત્કમ તસવીર

Kutch News: ગત ગુરુવારે જાહેર થયેલા રાજ્યના બજેટમાં મુખ્યપ્રધાન (CM Budget) ગૌમાતા પોષણ યોજનાની (Gaumata Poshan Yojana) જાહેરાત કરવામાં આવી હતી જે માટે ફાળવેલ રૂ. 500 કરોડ કચ્છની ગાયો અને પાંજરાપોળ માટે ખૂબ લાભદાયી નીવડશે.

    કચ્છઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) બજેટ રજૂ કરતી વખતે નાણા પ્રધાન કનુભાઈ દેસાઈએ (Kanubhai Desai) મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની (Mukhyapradhaan Gaumata Poshan Yojana) જાહેરાત કરી હતી. સાથે જ નાણાપ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે રૂ. 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા રૂ. 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી.

    કચ્છની સૌથી મોટી ગૌશાળા ગણાતી સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળના ટ્રસ્ટી કૈલાશ ગોસ્વામીએ etv Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ગૌશાળાઓ અને પાંજરાપોળ છે તે જે ગૌવંશ રસ્તા પર રખડે છે તેમને સહારો આપવાનો કામ આવી સંસ્થાઓ કરતી હોય છે. છેલ્લાં 2 વર્ષથી ચાલતા કોરોના કાળમાં આવી સંસ્થાઓને દાન પણ મળતું બંધ થઈ ગયું હતું જેથી કરીને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

    આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ

    કોરોના કાળમાં જ્યારે કોઈ નવા ગૌવંશને ગૌશાળામાં રાખવા માટેનો સમય આવતો ત્યારે સંસ્થાને ઘણો ખચકાટ અનુભવાતો હતો ત્યારે ગૌશાળા ચલાવતી સંસ્થાઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમજ જિલ્લા તેમજ રાજ્ય સ્તરની ગૌસેવા સંસ્થાઓએ સરકારને વિનંતી કરી કે જે સંસ્થાઓ નિરાધાર ગૌવંશને સહારો આપે છે તેમને સહાય કરવી અનિવાર્ય છે અને સરકારે પણ આ મુદ્દાની નોંધ લીધી અને વર્ષ 2022-23 માટેના બજેટમાં મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

    નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે. આ ઉપરાંત નાણાપ્રધાને નિરાધાર રસ્તા પર રખડતા પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી આ નિર્ણયો ખરેખર સરાહનીય છે. આ જાહેરાતથી તમામ ગૌપ્રેમીઓને ગૌસેવા કરવા માટે પ્રોત્સાહન મળી રહેશે. ગૌવંશ માટેની આ મહત્વની બે જાહેરાતોને ગૌશાળા ચલાવતા સંસ્થાનો દ્વારા ગુજરાત સરકારનો આભાર પણ માનવામાં આવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन