Home /News /kutchh-saurastra /

Kutch: ‘એક કા તીન’ના નામે હેરા ફેરી કરતી ચીટર ટોળકીના સાત લોકોને પોલીસે દબોચ્યા

Kutch: ‘એક કા તીન’ના નામે હેરા ફેરી કરતી ચીટર ટોળકીના સાત લોકોને પોલીસે દબોચ્યા

પકડાયેલ આરોપીઓ

કચ્છમાં પોલીસના હાથે ચડેલી એક ટોળકીએ પણ આવી જ "સ્કીમ" બહાર પાડી લોકોને છેતરી રહ્યા હતા. એકના ત્રણ ગણા નાણા કરી આપવાની લોભામણી લાલચ આપી એક કોન્ટ્રાક્ટર સાથે રૂ. સાત લાખની છેતરપિંડી કરનારા મુંદરાના શખ્સ સહિતની ગેંગના સાત આરોપીને પોલીસે ઝડપી લીધા છે.

વધુ જુઓ ...
  અક્ષય કુમાર (Akshay Kumar) અને પરેશ રાવલની (Paresh Rawal) ફિલ્મ "ફિર હેરા ફેરી"માં (Phir Hera Feri) બિપાશા બાસુ (Bipasha Basu) લક્ષ્મી ચિટ ફંડ નામની કંપની વડે 21 દિવસમાં પૈસા ડબલ કરવાના વાયદા સાથે લોકોને છેતરતી હતી. ત્યારે કચ્છમાં પોલીસના હાથે ચડેલી એક ટોળકીએ પણ આવી જ "સ્કીમ" બહાર પાડી લોકોને છેતરી રહ્યા હતા. એકના ત્રણ ગણા નાણા કરી આપવાની લોભામણી લાલચ આપી એક કોન્ટ્રાક્ટર સાથે રૂ. સાત લાખની છેતરપિંડી કરનારા મુંદરાના શખ્સ સહિતની ગેંગના સાત આરોપીને પોલીસે ઝડપી લીધા છે. લોકોને લોભામણી લાલચ આપી નાણાં પડાવતી આ ટોળકીએ પંદરેક દિવસ અગાઉ વાગડના એક શખ્સને પણ પોતાની જાળમાં ફસાવી રૂા. ૧.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે.

  આ અંગે પોલીસ સૂત્રોએલસીબી પાસેથી મળતી વિગતો મુજબ પારડી હાઇવે પર આવેલી ફાઉન્ટેન હોટલના કમ્પાઉન્ડમાં ત્રણ દિવસ અગાઉ જામનગર હડિયાણા ગામના કોન્ટ્રાક્ટર પ્રવીણ નારણભાઇ સોનાગરા મિત્ર સાથે અલ્ટો કારમાં એના ત્રણ ગણા નાણાં કરાવવાની સવાર લાલચમાં આવ્યા હતા. યુસુફે પ્રવીણ પાસેથી રોકડા રૂા. 7 લાખ લીધા બાદ અચાનક બાઈક પર આવેલા તેના સાગરીતોએ ઝઘડાનું તરકટ રચી નાના પાડવી ભાગી ગયા હતા, જે અંગે પ્રવીણ સોનાગરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

  આ કેસમાં સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પે. ઓપરેશન ગ્રુપે ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને માહિતીના આધારે તપાસ આદરી હતી જેમાં એલસીબીએ બાતમીના આધારે પારડીના ટુકવાડા હાઇવે પર વોચ ગોઠવી સ્કોર્પિયો ગાડીને અટકાવી તેમાં શખ્સોની પૂછપરછ કરતાં પારડીના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. લીસે મુખ્ય ભેજાબાજ યુસુફ જેડા સહિત સાત આરોપીઓની ધરપકડ કરી રોકડ રૂ. સાત લાખ 15 મોબાઇલ, સ્કોર્પિયો અને બાઇક મળી કુલ રૂ. 18.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  આ પણ વાંચો: Dhandhuka murder કેસમાં નવા ખુલાસા: મૌલાના આયુબયે લખેલી પુસ્તક વિમોચનમાં ઉસમાની અને શબ્બીર

  આ આરોપીઓમાં મિયાણા ધ્રાંગધ્રાનો યુસુફ કાદર જેડા, મૂળ મોરબી અને હાલે મુન્દ્રાનો મક્સદ જૈનુદીન ડોડેરા, માળિયા મિયાણાનો રફીક નઝરમહંમદભાઇ સંઘવાણી, દમણ ખારીવાડનો કલીમ ઉર્ફે કલ્લુ લાલા શેખ, મિયાણા ધ્રાંગધ્રાનો અવેશ ઇસ્માઇલ મોવર, મિયાણા મોરબીનો અકરમ ઉર્ફે કોન્ટ્રાક્ટર ગુલામહુસૈન સંધરણી, અને જયપુરનો જેસીંગરાવ ઉર્ફે જય ધીસારામ રાવલ (જયપુર)નો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો: SOGએ વધુ એક આરોપીની અટકાયત કરી, ગુનાહિત ઇતિહાસ ધરાવતો રમીઝ સેતા ઝડપાયો

  આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જેમાં ટોળકીનો મુખ્ય સૂત્રધાર યુસુફ કાદર સામે અગાઉ ભુજ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પાંચ ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા. લોકોને લોભામણી લાલચ આપી નાણાં પડાવતી ટોળકીના યુસુફ, રફીક અને અન્ય સાગરિતોએ પંદર દિવસ અગાઉ વાગડના એક શખ્સને એકના ત્રણની લાલચ આપી રૂ. દોઢ લાખ પડાવ્યા હતા.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch Crime, Valsad Crime

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन