કચ્છમાં કરુણાની સરવાણી: સ્વૈચ્છિક સંસ્થાઓ પશુધન બચાવવા આગળ આવી

News18 Gujarati
Updated: January 9, 2019, 11:19 AM IST
કચ્છમાં કરુણાની સરવાણી: સ્વૈચ્છિક સંસ્થાઓ પશુધન બચાવવા આગળ આવી
સંસ્‍થાકીય કેટલ કેમ્‍પ ચલાવવા માટે સૌથી વધુ લખપત તાલુકામાં અત્‍યાર સુધી ૨૯ ઢોરવાડાનું સંચાલન કરવા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ આગળ આવી છે

સંસ્‍થાકીય કેટલ કેમ્‍પ ચલાવવા માટે સૌથી વધુ લખપત તાલુકામાં અત્‍યાર સુધી ૨૯ ઢોરવાડાનું સંચાલન કરવા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ આગળ આવી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: કચ્છ જિલ્લામાં અછતની સ્થિતિ છે. પાણી અને ઘાસચારાની તકલીફ છે. માલધારીઓએ હિજરત કરવી પડી છે એવા સમયે કચ્છમાં પશુધનને બચાવવા માટે આગળ આવી છે અને કરુણાની સરવાણી વહાવી છે.

અછતગ્રસ્‍ત કચ્‍છમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૧૫મી ડિસેમ્‍બરથી ઢોરવાડા ખોલવાની જાહેરાતને પગલે રાજય સરકારે જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા રજિસ્‍ટર્ડ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ/ટ્રસ્‍ટને ઢોરવાડા (કેટલ કેમ્પ) શરૂ કરવા માટે મંજૂરી આપવાનું શરૂ કરાતાં કચ્‍છમાં ૭મી જાન્‍યુઆરી સુધીમાં કુલ-૮૭ સંસ્‍થાકીય કેટલ કેમ્‍પ ચલાવવાની તંત્ર દ્વારા મંજૂરી અપાઇ ચૂકી છે.

સંસ્‍થાકીય કેટલ કેમ્‍પ ચલાવવા માટે સૌથી વધુ લખપત તાલુકામાં અત્‍યાર સુધી ૨૯ ઢોરવાડાનું સંચાલન કરવા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ આગળ આવી છે. બીજા નંબરે અબડાસા તાલુકામાં રપ ઢોરવાડા તેમજ ભુજ તાલુકામાં ૨૩ કેટલકેમ્‍પ શરૂ કરવા સંસ્‍થાઓ નિમિત બની છે. નખત્રાણા તાલુકામાં પણ ૧૦ કેટલ કેમ્‍પ કાર્યરત થઇ ચૂક્યા છે.

સંબંધિત સંસ્‍થાઓને કેટલ કેમ્‍પની મંજૂરી મળ્યાની તારીખથી દિન-૭માં ઢોરવાડામાં દાખલ થયેલા તમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની કામગીરી પૂર્ણ કરવાની રહે છે અને તે મુજબ સંસ્‍થાઓ દ્વારા ઇયર ટેગ લગાડવાની કામગીરી કરાઇ રહી છે.

લખપત તાલુકામાં ખોલવામાં આવેલા ૨૯ ઢોરવાડામાં ૨૧૫૮ નાના પશુઓ અને ૧૩૯૭૦ મોટા પશુઓ મળી ૧૬,૧૨૮ પશુઓની નિભાવણી કરાશે જયારે અબડાસાના રપ ઢોરવાડામાં ૪૧૬૭ નાના પશુઓ અને ૧૩૧૯૫ મોટા પશુઓ મળી ૧૭૩૬૨ પશુઓનો સમાવેશ કરાયો છે. ભુજ તાલુકામાં શરૂ કરાયેલા ૨૩ કેટલ કેમ્‍પમાં ૩૪૮૯ નાના પશુઓ અને ૧૩૩૪૯ મોટા મળી ૧૬૮૩૮ પશુઓને આશ્રય અપાયો છે, જયારે નખત્રાણા તાલુકામાં મંજૂર કરાયેલા ૧૦ ઢોરવાડામાં ૯૦૫ નાના પશુઓ અને ૪૦૩૧ મોટા પશુઓ મળી ૪૯૩૬ પશુઓની સંખ્‍યા સુનિશ્‍ચિત કરાઇ છે.

એકંદરે કચ્‍છમાં કાર્યરત થયેલા ૮૭ સંસ્‍થાકીય ઢોરવાડાઓમાં ૧૦,૮૧૯ નાના પશુઓ(બચ્‍ચાં) અને ૪૪, ૫૪૫ મોટાં પશુઓ મળી કુલ ૫૫,૩૬૪ પશુઓની અછત સમયમાં વ્‍યવસ્‍થિત નિભાવણી માટે સંસ્‍થાઓ આગળ આવી છે.એક અધિકારીએ માહિતી આપી કે, સ્વૈચ્છિક સંસ્થાઓ જીવદયાથી પ્રેરાઇને અછતની સ્થિતિનાં આ કામમાં જોડાઇ છે.
First published: January 9, 2019, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading