કચ્છમાં દુષ્કાળનાં પગલે ઢોરવાડાને મંજૂરી અપાઇ: આજથી શરૂ થશે

News18 Gujarati
Updated: December 15, 2018, 9:49 AM IST
કચ્છમાં દુષ્કાળનાં પગલે ઢોરવાડાને મંજૂરી અપાઇ: આજથી શરૂ થશે
પ્રતિકાત્મક તસવીર

બન્ની સર્વોદય વિકાસ ટ્રસ્ટ મુ. ઘડિયાડો તા. ભુજને ૬૩૫ પશુઓ સંખ્યા માટે ભુજ પ્રાંત અધિકારીને મળેલી દરખાસ્ત નજરે ઘડિયાડો ખાતે કેટલ કેમ્પ ચલાવવા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી અપાઇ છે.

  • Share this:
રાજ્ય સરકારે દ્વારા ૧૫મી ડિસેમ્બરથી કચ્છમાં ઢોરવાડા શરૂ કરવાની જાહેરાતને પગલે જિલ્લા વહીવટીતંત્રને કચ્છમાં રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થાઓ/ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતાં ઢોરવાડા( કેટલ કેમ્પ)ને મંજૂરી આપવાના આદેશ અને અધિકાર પ્રાપ્ત થતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા કચ્છમાં પ્રથમ ઢોરવાડાને મંજૂરી આપવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતાં કચ્છના અધિક કલેકટર કે.એસ.ઝાલાએ આપેલી વિગતો અનુસાર શ્રી બન્ની સર્વોદય વિકાસ ટ્રસ્ટ મુ. ઘડિયાડો તા. ભુજને ૬૩૫ પશુઓ સંખ્યા માટે ભુજ પ્રાંત અધિકારીને મળેલી દરખાસ્ત નજરે ઘડિયાડો ખાતે કેટલ કેમ્પ ચલાવવા જિલ્લા કલેકટર દ્વારા મંજૂરી અપાઇ છે. જેમાં શરતોને આધીન ઢોરવાડો શરૂ કરવા સંદર્ભે કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્વૈચ્છિક સંસ્થાને સબસીડી મળવાપાત્ર થશે.

વધુમાં મંજૂર કરાયેલા ઢોરવાડાના તમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની પ્રક્રિયા હુકમ મળ્યાની તારીખથી દિન-૭માં પૂર્ણ કરવા વગેરે સહિતની ૩૧ શરતો સાથે ઢોરવાડાની મંજૂરી આપવામાં આવી છે અને શરતોનો ભંગ થશે તો કેટલ કેમ્પને આપવામાં આવેલ મંજૂરી રદ્દ કરવામાં આવશે વગેરે બાબતો પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.

કચ્છ: અછતની સ્થિતિમાં ખાલી પડેલા ડેમોમાં ઘાંસચારોની ખેતી કરાશે

વધુ ઢોરવાડા મંજૂર કરવા સંદર્ભે અધિક કલેકટર કે.એસ.ઝાલાએ અબડાસા વિસ્તારની ત્રણ સંસ્થાઓની અરજીઓ હાલે ચકાસણી હેઠળ હોવાનું પણ જણાવ્યું હતું. આમ આગામી દિવસોમાં કચ્છમાં ઢોરવાડા ખોલવાની સાથે પશુ નિભાવની કામગીરી વધુ સારી પાર પાડવામાં રજીસ્ટર્ડ સંસ્થાઓ/ટ્રસ્ટોને સહાયક બની રહેશે.

કચ્છ: દુષ્કાળનાં વર્ષમાં સરહદ ડેરી પશુપાલકોને મકાઇનું બિયારણ મફત આપશે 
First published: December 15, 2018, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading