Kutch News:ઉત્તરાયણ પર્વની ઉજવણી બાળકોથી લઈને વિરુદ્ધ સુધી બધા પતંગ ઉડાડી ઉજવણી કરતા હોય છે. પણ પતંગ ઉડાડ્યા બાદ શહેર ભરમાં ઠેર ઠેર દોરાના ગુચ્છા પક્ષીઓ માટે જીવલેણ બને છે. અબોલા પક્ષીઓને બચાવવા ભુજના એક સામાજિક કાર્યકર દ્વારા છેલ્લા થોડા વર્ષોથી એક નવતર પહેલ હાથ ફરવામાં આવી છે.
ભુજના મિતેષ શાહ દ્વારા ઉત્તરાયણ બાદ દોરાના ગુચ્છા આપી જનારને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો આવા દોરાના ગુચ્છા તેમની પાસે જમા કરાવી જાય અને પક્ષીઓના જીવ બચાવવામાં યોગદાન આપે. ભુજના જ ભદ્રેશ મહેતા અને ચિરાગ શાહ દ્વારા આ અનોખા સેવાકાર્યમાં મિતેષ શાહને આર્થિક સહાય આપવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષથી મિતેષ શાહ દ્વારા લોકોને દોરાના ગુચ્છા ભુજના નાગર ચકલામાં આવેલી તેમની દુકાનમાં જમાં કરાવવા અપીલ કરવામાં આવે છે. તે ઉપરાંત મિતેશભાઈના ફોન નંબર 9925633766 પર ફોન કરતાં મિતેશભાઈ જતે પણ દોરાના ગુચ્છા લઈ જાય છે તેવું તેમણે જણાવ્યું હતું.
"ઉત્તરાયણ નિમિત્તે આ નાની બાબત અનેક લોકોના મગજમાંથી નીકળી જતી હોય છે. જીવદયા બધામાં હોય છે પણ આ નાની બાબતને લોકો અવગણતા હોતાં પક્ષીઓ માટે જીવલેણ બને છે. લોકો પોતાની આસપાસ રહેલા આવા દોરાના ગુચ્છા મને આપી જાય તો અનેક પક્ષીઓના જીવ બચી શકે તો બધાને આ સેવાકાર્યમાં યોગદાન આપવા અપીલ કરું છું," તેવું મિતેશભાઈએ કહ્યું હતું.