Kutch News : કચ્છના અબડાસા તાલુકામાં આવેલ સાંઘી (Sanghi Cement Kutch Abdasa) સિમેન્ટ કંપનીના મજૂરોને લઈ જતી ગાડી આજે સવારે (Car Overturned Taking Labors of Sanghi Cement ) પલટાઈ હતી. આ અકસ્માતમાં 16થી વધારે મજૂરો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નલિયાના હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારે ૧૧ લોકોને જિલ્લામથક ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. સ્થાનિક લોકોએ ગાડીમાં 25થી વધારે લોકોને લઈ જવાતું હોવાની રાવ કરી હતી. એક બોલેરો ગાડીમાં પરવાનગીથી વધારે લોકોને લઈ જતા હોવાથી કંપનીના મજૂરોના જીવને જોખમમાં નખાતા હોવાની ફરિયાદ ઉઠી છે.
2. ભુજમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો પવનને કારણે વૃક્ષ ધરાશયી થતા એક તરફનો રસ્તો કેટલાક સમય માટે બંધ રહ્યો હતો.