Home /News /kutchh-saurastra /

લાખો રૂપિયા સુધીની બનતી કચ્છી શાલનો વ્યવસાય ઠંડી અને પર્યટકોના કારણે ફરી ધમધમતું થયું

લાખો રૂપિયા સુધીની બનતી કચ્છી શાલનો વ્યવસાય ઠંડી અને પર્યટકોના કારણે ફરી ધમધમતું થયું

શાલ

શાલ બનાવવાની હાથશાળ

સંપૂર્ણ રીતે હાથશાળ પર બનતી શાલનો વ્યવસાય શિયાળાની શરૂઆત અને પ્રવાસીઓની આવ વધતા ફરી ખીલી ઉઠ્યું

    કચ્છ: કચ્છી હસ્તકળાની વિશેષતાઓ અને વિવિધતાઓ દુનિયાભરમાં વિખ્યાત છે. ભરતકામ માટીકામ મોતી કામ વગેરે કચ્છની હસ્તકળાના અમુક પ્રખ્યાત નમૂનાઓ છે. એ જ રીતે હાથ વણાટથી બનતી કચ્છી શાલ આ પ્રદેશની હસ્તકળાની અનોખી ઓળખ છે. કચ્છમાં અનેક દાયકાઓથી કારીગરો શાલ બનાવતા આવ્યા છે. અને આજે આ કચ્છી શાલ માત્ર ગુજરાત નહીં પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહી ગ્રાહક જેવી ઇચ્છે તેવી ડિઝાઇનની શાલ બનાવી આપવામાં આવે છે. તેના માટે ઓર્ડર પહેલે થી આપવા પડતો હોય છે. સાલની કિંમત લાખો રૂપિયા સુધીની હોય છે.

    હસ્તકળાનાં અદભુત કલકૃતીઓથી ભરેલી કચ્છી શાલો સામાન્ય કિંમતથી શરૂ થઈ લાખોની કિંમત સુધી બનતી હોય છે. અન્ય ભાતીની શાલ કરતા કચ્છી શાલને તેની હાથ બનાવટ એક આગવી ઓળખ આપે છે. સંપૂર્ણ રીતે હાથશાળ પર બનતી આ શાલ બનાવનાર કારીગરોને પોતાની કળા પાથરવા સારું અવકાશ આપે છે. હાથશાળ પર બનાવતા સમયે શાલને વિવિધ રંગો અને વિવિધ પ્રકારના દોરાથી ભાત ભાતની ડિઝાઇન આપવામાં આવે છે.

    આ પણ વાંચો: અમદાવાદના એક લગ્ન પ્રસંગની મજામાં પડ્યો ભંગ, કલર બૉમ્બ ફાટ્યો ને ચાર લોકો દાઝ્યા

    કચ્છી શાલ બનાવવા માટે સૌપ્રથમ ઘેટાના ઉનમાંથી દોરા બનાવવામાં આવે છે અને ત્યાર બાદ તે દોરાં ને એક વિશેષ મિશ્રણમાં અમુક દિવસો સુધી બોળી રંગવામાં આવે છે. કારીગરોની ભાષામાં જેને કઢી કહેવાય છે તે મિશ્રણથી દોરાઓ રંગી થોડા દિવસો સુધી સુકવી ચાલ બનાવવા માટે તૈયાર કરાય છે. ત્યારબાદ આ દોરાઓ ને એક વિશેષ સાધન પર એક વ્યવસ્થિત રીતે ગોઠવી તેના તાણા બનાવવામાં આવે છે. આતાને બાદમાં હાથશાળ પર મૂકી તેનું વણાટ થાય છે અને તે જ હાથશાળ પર વિવિધ ડિઝાઇનો થી અનોખી શાલ બનાવવામાં આવે છે.

    આ પણ વાંચો: PSI-LRD ભરતીના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ, એકથી વધુ કોલલેટર મળ્યા હોય તો આ રીતે થશે રદ

    હાથશાળ પર શાલ બનાવવાના કારણે કારીગરોને શાલના કોઈ પણ ભાગે કોઈ પણ પ્રકારની ડિઝાઇન બનાવવાની છૂટ મળે છે અને તે થી જ કચ્છી શાલ એક સામાન્ય પેટર્ન નહીં પણ અલગ અલગ પેટર્ન માં પણ બનતી હોય છે. કચ્છની આ હસ્તકળા આજે વિશ્વભરમાં વેંચાય છે. ખાસ તો કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ રંગબેરંગી શાલ અહીંથી ખરીદતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી ના કારણે બધા વ્યવસાય સાથે શાલ બનાવવાના વ્યવસાયમાં પણ મંદી જોવા મળી હતી. હાલ પર્યટકોની આવ કચ્છમાં વધી છે અને સાથે જ શિયાળો પણ બેઠો છે ત્યારે કચ્છની આ હસ્તકલાની બજાર ફરી ધમધમી ઉઠી છે. આ વર્ષે પ્રવાસીઓના ધસારાને કારણે કચ્છી શાલના કારીગરોને સારા વેચાણની આશા છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch news, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन