કચ્છ: હાલ સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી રહી છે. 1લી ડિસેમ્બરથી શરૂ થયેલ સ્વચ્છતા પખવાડિયું 15મી ડિસેમ્બર સુધી ચાલશે. કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે પણ મંગળવારે સીમા સુરક્ષા બળના જવાનો દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. બીએસએફ જવાનો દ્વારા ભુજના હૃદય સમા હમીરસર તળાવમાંથી કચરો કાઢવામાં આવ્યો હતો. આ પ્રસંગે બીએસએફના જવાનો સાથે ભુજ નગરપાલિકાના હોદ્દેદારો પણ જોડાયા હતા.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર