Home /News /kutchh-saurastra /રાજયની સરહર પર BSFનાં જવાનોને એર કુલર અપાયા

રાજયની સરહર પર BSFનાં જવાનોને એર કુલર અપાયા

    મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સરહદ પર આવેલા ભેળિયા બેટ સીમા પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોને મળ્યા હતા અને કહ્યું હતુ કે, રાષ્ટ્રભાવનાના પ્રેરણાસ્ત્રોત એવા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની કોઇપણ જરૂરિયાત પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. કચ્છના ભેળિયા બેટ ખાતે સ્વામિનારાયણ સંસ્થા ( ભુજ) દ્વારા રૂ. ૨ કોડના ખર્ચે હનુમાનજી મંદિરના પુન:નિર્માણના શિલાન્યાસ પ્રસંગે વિજય રૂપાણીએ હાજરી આપી હતી.

    આ પ્રસંગે સરહદ પર કોઇપણ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરતા સૈનિકોને દાતાઓ દ્વારા એર કુલર અને વોટર કુલર આપવામાં આવ્યા હતા.

    ગત વર્ષ મુખ્યમંત્રી વિજયએ નળાબેટ સરહદ પર બી.એસ.એફ.ના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી આ પ્રસંગે મોબાઈલ નેટવર્કની સમસ્યા અંગે સૈનિકો દ્વારા રજૂઆત કરાતા મુખ્યમંત્રીએ આ સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવ્યા હતા.

    તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રભાવના ઉજવળ કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના સૈનિકોમાંથી પ્રેરણા મળે અને દેશ માટે ગુજરાતના યુવાનો સૈન્યમાં જોડાય તે માટે સરહદ પરનાં ગામોમાં સૈનિક શાળાઓ ખોલવા વિચાર વ્યક્ત કર્યો હતો. આ માટે રાજ્ય સરકાર જમીન આપશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

    આ તકે મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સુજલામ સુફલામ જળ અભિયાનની માહિતી આપતા જણાવ્યું હતું કે અનેક નાના મોટા તળાવો અને નદીઓમાં ઊંડાણ કરી ૧૧ હજાર લાખ ઘન ફૂટ માટી કાઢી તેટલીજ નવી જળરાશી સંગ્રહ કરી પાણીની સમસ્યાનો વર્ષાદના પ્રારંભે જ ઉકેલ લાવવામાં આવશે.

    સાંસદ વિનોદભાઈ ચાવડાની ૧૦ લાખની ગ્રાન્ટ તેમજ દાતાઓના સહયોગ થી ૨૭૫ જેટલા એર કુલર અને ૧૦૦ જેટલા વોટર કૂલર જવાનોની સુવિધા માટે આપવામાં આવ્યા હતા.

    બી.સે.એફ. ના આઈ.જી. અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી એ દોઢ વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં સીમા દર્શનની શરૂઆત કરાયા બાદ ૩ લાખ લોકોએ મુલાકાત લીધલી છે. તેમણે ઉમેર્યુ હતું કે કચ્છની સરહદ પર જવાનો ૩૬૫ દિવસ પહેરો ભરીને સુરક્ષા કરે છે જ્યાં પશુ પક્ષી કે લોકો જોવા મળતા નથી ત્યારે હનુમાનજી નું મંદિર નિર્માણ પામશે ત્યારે અનેક લોકો મુલાકત લેશે તેમજ જવાનો સાથે સોહાર્દ્પૂર્ણ વાતાવરણ ઉભું થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Border, BSF, રાજ્ય

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन