હરામીનાળામાંથી પાકિસ્તાનની 5 ફિશિંગ બોટ મળી, ઘૂસણખોરો ફરાર

News18 Gujarati
Updated: October 12, 2019, 1:33 PM IST
હરામીનાળામાંથી પાકિસ્તાનની 5 ફિશિંગ બોટ મળી, ઘૂસણખોરો ફરાર
પ્રતિકાત્મક તસવીર

હરામીનાળામાં બીએસએફનાં (BSF) સર્ચ ઓપરેશનમાં 5 બિનવારસી પાક ફિશીંગ બોટ ઝડપાઇ છે.

  • Share this:
મેહુલ માળી, કચ્છ : હરામીનાળામાં બીએસએફનાં (BSF) સર્ચ ઓપરેશનમાં 5 બિનવારસી પાક ફિશીંગ બોટ ઝડપાઇ છે. જે બાદ બીએસએફે બોટમાં સવાર ઘૂસણખોરોને પકડવા માટે કોમ્બિંગ શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલા પણ કચ્છનાં સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. બંન્ને બોટ બિનવારસી હાલતમાં મળી આવી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લા નજીક ભારત પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બીએસએફનાં પેટ્રોલિંગ દરમિયાન પાંચ પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ છે. પરંતુ બોટમાં કોઇ હતું નહીં. આમા માત્ર તેમનો સામાન હતો. બોટ સવારોએ ભાગવામાં સફળતા મેળવી લીધી છે. જોકે, તેમને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 27 વર્ષથી ઝૂંપડામાં રહેતી હતી શહીદની પત્ની, યુવાઓએ સ્વતંત્રતા દિવસે ભેટ કર્યુ ઘર

નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં બીએસએફને કચ્છ જિલ્લા નજીક ભારત-પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતી હતી. સિંગલ એન્જિનવાળી બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળી આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે એ સમયે એ વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. કચ્છની સંવેદનશીલ જળસીમાની સામેપાર પાકિસ્તાને 4 સબમરીન તૈનાત કરવાની કવાયત હાથ ધરતાં ભારતીય સુરક્ષાદળો પણ આ કારણે ઘણાં જ સતર્ક બની ગયા છે. પાકની આ કવાયત પર ભારતીય સુરક્ષા એજન્સીઓ ચાંપતી નજર રાખી રહ્યા છે.
First published: October 12, 2019, 1:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading