Home /News /kutchh-saurastra /

Kutch News: BSFનું સર્ચ ઓપરેશન શરૂ : હરમીનાળા ક્રિક વિસ્તારમાંથી 11 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી

Kutch News: BSFનું સર્ચ ઓપરેશન શરૂ : હરમીનાળા ક્રિક વિસ્તારમાંથી 11 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી

પકડાયેલી બોટની તસવીર

kutch news: હરમીનાળા ક્રિક વિસ્તારમાંથી ફિશિંગ બોટ સાથે ઘુસણખોરી કરી રહેલી 11 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી કરવામાં BSFને સફળતા મળી છે.

કચ્છઃ ભારતીય સીમમાં થઈ રહેલી વધુ એક ઘૂસણખોરીનો (Infiltration) પર્દાફાશ BSFએ કર્યો છે. હરમીનાળા ક્રિક વિસ્તારમાંથી ફિશિંગ બોટ સાથે ઘુસણખોરી કરી રહેલી 11 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી કરવામાં BSFને સફળતા મળી છે. બીએસએફ ભુજે તરત જ લગભગ 300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

થોડા સમય પૂર્વે પણ સરક્રિક વિસ્તારમાંથી ઘૂસણખોરી સામે આવી હતી ત્યારે ફરી એકવાર  પાક ફિશિંગ બોટ સાથે માછીમારોની ઘુસણખોરી સામે આવતા BSF વધુ સતર્ક થઈ ગઈ છે. BSF તરફથી મળી રહેલી વિગત અનુસાર 09મી ફેબ્રુઆરી 2022ના રોજ, મોડી સાંજે સામાન્ય વિસ્તાર હરામી નાલામાં પાકિસ્તાની માછીમારી બોટ અને માછીમારોની ઘૂસણખોરી નોંધાઈ હતી.

ડીઆઈજી બીએસએફ ભુજે તરત જ લગભગ 300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.  જી.એસ. મલિક, આઈપીએસ, આઈજી BSF ગુજરાત ફ્રન્ટિયર ગાંધીનગરથી વહેલી સવારે કચ્છ પહોંચી ગયા છે.  તેમજ વ્યાપક સર્ચ ઓપરેશન પર તેઓ પોતે સમગ્ર ઓપરેશન પર દેખરેખ રાખી રહ્યા છે.

BSFએ અત્યાર સુધીમાં 11 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરી છે અને કમાન્ડોના 03 જૂથોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ત્રણ અલગ-અલગ દિશામાંથી એર ડ્રોપ કરવામાં આવ્યા છે, જ્યાં પાકિસ્તાનીઓ છુપાયેલા છે ત્યાં કમાન્ડો બંધ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-Surat: લૂંટનો Live video, તમંચાની અણીએ લૂંટારુઓએ દુકાનદાર પાસેથી રૂ.30 હજાર લૂંટી લીધા

અત્યંત ભેજવાળો વિસ્તાર, મેન્ગ્રોવ્સ અને ભરતીના પાણી કારણે જવાનોને સર્ચ કાર્ય કરવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે છતાં ઓપરેશન  હજુ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

મહત્વનું છે કે હાલમાં જ BSFની સતર્કતાના કારણે સરક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે સર ક્રીક વિસ્તારમાંથી ઘૂસણખોરી કરનારા પાકિસ્તાની માછીમાર અને 3 ફિશિંગ બોટ ઝડપી લીધી હતી. ત્યારે આ ક્રિક વિસ્તારમાંથી જ ફરી એકવાર વધુ 11 ફિશિંગ બોટ સાથે ઘૂસણખોરી ધ્યાને આવતા BSF વધુ સતર્ક બની છે.
Published by:ankit patel
First published:

Tags: BSF, Gujarati news, Kutch news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन