કચ્છ : જઘન્ય ઘટના! ભાઈ બન્યો 'હત્યારો' જાહેરમાં બહેનની કરી હત્યા, Live video વાયરલ

કચ્છ : જઘન્ય ઘટના! ભાઈ બન્યો 'હત્યારો' જાહેરમાં બહેનની કરી હત્યા, Live video વાયરલ
હત્યાકાંડનો વીડિયો વાયરલ થયો છે.

મુંદ્રાની ચકચારી ઘટના, અડોસી પડોસી રાડો પાડતા રહ્યા નરાધમ હાથમાં હથિયાર લઈને ઘુમતો રહ્યો ભાઈ

 • Share this:
  મેહુલ સોલંકી, કચ્છ : કચ્છ જિલ્લામાં (Kutch) માનવતાને કંપાવી નાખતી ઘટના સામે આવી છે. મુંદ્રામાં આજે એક હત્યાકાંડનો વીડિયો સામે આવ્યો છે. અહીંયા એક સગભાઈએ છરા જેવા તીક્ષ્ણ હથિયારથી (Brother Killed Sister) બહેનની સરાજાહેરમાં હત્યા કરી નાખી છે.ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) કચ્છના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ પોલીસના ધાડેને ઘાડા ઉતરી આવ્યા છે. ઘટના શા માટે બની તે માટે તપાસ શરૂ થઈ છે.

  બનાવની વિગતો એવી છે કે કચ્છના મુંદ્રામાં મારૂતિ નગરમાં ધોળાદિવસે એક બહેનની જાહેરમાં હત્યા કરી અને હાથમાં છરો લઈને આસપાસ ફરી રહ્યો હતો. આ નરાધમ ભાઈ શા માટે પોતાની બહેનનો હત્યારો બન્યો તેની વિગતો કોઈ પાસે નથી પરંતુ તે સંબંધ સંબંધ એવો ગણગણાટ કરી રહ્યો હતો. દરમિયાન આડોસ પાડોસના લોકોએ પોલીસને જાણ કરી હતી.  આ પણ વાંચો :    હવામાન વિભાગની આગાહી : હિટવેવ સાથે કમોસમી વરસાદની આગાહી, બેવડી ઋતુનો માર

  પોલીસે આ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની અટક કરી હોવાના અહેવાલ છે. જોકે, રૂવાંડા ઊભા કરી નાખતી આ ઘટનાનો વીડિયો સમગ્ર કચ્છમાં લોકોને હચમચાવી રહ્યો છે. પારિવારિક ઝઘડો હતો અથવા તો પ્રેમ પ્રકરણ આ બંનેમાંથી કોઈ એક ઘટનામાં એક ભાઈ હત્યારો બન્યો છે. આ મામલે હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી.  હત્યા કરીને આ યુવક જાહેર પ્લોટમાં બહેનના મૃતદેહની આસપાસ ફરી રહ્યો હતો અને રાડો પાડતો હતો કે 'નજીક આવતા નહીં, મારી નાખી છે' આ ઘટનાના સમાજ જીવન પર ઉંડા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. લોકો ચોમેરથી આ નરાધમ યુવક પર ફીટાકર વરસાવી રહ્યા છે ત્યારે પોલીસના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

  આ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં લગાવી મોતની છલાંગ, ફાયરનાં જવાનોએ મહેનત કરી છતાં જીવ ન બચ્યો! Live Video

  ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મુંદ્રા દોડી આવ્યો છે અને આ હત્યાકાંડાનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. આંતરિક કલેહ કે કોઈ પણ કારણ હોય આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરરાટી છોડી દીધી છે. હાલમાં સમગ્ર મારૂતિ નગર વિસ્તારમાં ડરનો માહોલ છે.
  Published by:Jay Mishra
  First published:March 16, 2021, 17:57 pm

  ટૉપ ન્યૂઝ