ભાજપની કારોબારીના મંચની તસવીરઃરૂપાણી અમિત શાહની નજીક, બહેન દૂર,કાર્યકરોમાં ચર્ચા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 5:10 PM IST
ભાજપની કારોબારીના મંચની તસવીરઃરૂપાણી અમિત શાહની નજીક, બહેન દૂર,કાર્યકરોમાં ચર્ચા
સોમનાથઃસોમનાથમાં પ્રદેશ કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. ત્યારે બપોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ કારોબારીના મંચ પર પહોચ્યા હતા. આ સમયે મંચ પર આ દ્રશ્ય જોવા મળ્યું હતું. કાર્યકરોમાં ચર્ચાનો વિષય આ દ્રશ્ય કેમેરામાં કેદ કરાયું હતું. જેમાં રૂપાણી અમિત શાહની નજીકની ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા તો ભાજપે ગુજરાતની ગાદી પરથી હટાવેલા ગુજરાતના પુર્વ સીએમ આનંદીબહેન પટેલ અમિત શાહથી દૂર હતા. તેમની વચ્ચે વાઘાણી બિરાજમાન હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 22, 2017, 5:10 PM IST
સોમનાથઃસોમનાથમાં પ્રદેશ કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. ત્યારે બપોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ કારોબારીના મંચ પર પહોચ્યા હતા. આ સમયે મંચ પર આ દ્રશ્ય જોવા મળ્યું હતું. કાર્યકરોમાં ચર્ચાનો વિષય આ દ્રશ્ય કેમેરામાં કેદ કરાયું હતું. જેમાં રૂપાણી અમિત શાહની નજીકની ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા તો ભાજપે ગુજરાતની ગાદી પરથી હટાવેલા ગુજરાતના પુર્વ સીએમ આનંદીબહેન પટેલ અમિત શાહથી દૂર હતા. તેમની વચ્ચે વાઘાણી બિરાજમાન હતા.

amit shah

જેથી કાર્યકરોમાં પણ ચર્ચા હતી કે અમિત શાહની નજીક જેટલા રૂપાણી છે જેટલા બહેન નથી. આમ પણ મનાય છે કે ભાજપમાં અમિત શાહ અને આનંદીબહેન જુથ છે. જેમાં ચુંટણી સમયે પણ પોત પોતાના સમર્થકોને ટિકિટો આપવા માટે એકબીજા જુથની ટીકીટો પણ કાપતા હોય છે. જો કે કારોબારીમાં એકમંચ પર પુર્વ સીએમ આનંદીબહેન તેમજ અમિત શાહ આવ્યા છે પરંતુ તેનો મતદારો,ભાજપ કાર્યકરો અને ખાસ પાટીદારો પર કેવો પ્રભાવ પડે છે તે જોવાનું રહ્યું. મંચ પર શાહ અને બહેન વચ્ચે કોઇ સંવાદ પણ થયો ન હતો. તેમજ તેમના ચહેરાના ભાવ પણ એક બીજા પ્રત્યે કેટલો આદર કરતા હશે તે સ્પષ્ટ કહેતો હતો. અમિત શાહનું અહી ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.

સોમનાથમાં પ્રદેશ કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે ત્યારે આ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા હતા. અમિત શાહની સાથે સાથે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ આવી પહોંચ્યા હતા. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી પદ બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે. અમિત શાહ અને ભૂપેન્દ્ર યાદવ ભાજપના હોદ્દોદારો સાથે બેઠકમાં આગામી ચૂંટણીની તૈયારની ચર્ચા  કરશે.

ભાજપ પ્રદેશ કારોબારીમાં સીએમ વિજય રૂપાણીનું સંબોધન

'121 તો છે જ પણ 150 પ્લસ બેઠકો મેળવવાની છે'
'જિલ્લા સ્તરેથી કાર્યક્રમો યોજવામાં આવશે'

'પેજ પ્રમુખોની યાદી 15 મે પહેલા બનાવવાની છે'
'મુસ્લિમ બુથો છે તો લઘુમતીમાંથી પણ પેજ પ્રમુખ બનાવે'
'10 લાખ પેજ પ્રમુખોની રેલી યોજવાની મારી ઈચ્છા છે'
'આળસ કરવાની જરૂર નથી'

'સમય બદલાયો છે'
'વાતાવરણ ઉભું કરીને આગળ વધવાનું છે'
'ચૂંટણીના સમયને સીએમએ પતંગ રસિકો સાથે સરખાવી'
'પવન સારો હોય તો ફુદુ પણ ઉડી જાય'
'પવન ન હોય તો પતંગ ઉડાડી શકાય નહીં'
'જો આનો ફાયદોના ઉઠાવી શક્યા તો આપણો જ વાંક છે'
'એટલે વાતાવરણ ઉભું કરવું પડે'

'નવી દિશા અને ટેક્નોલોજી સાથે આગળ વધવાનું છે'
'બદલાયેલા વાતાવરણમાં બદલાયેલા સમય સાથે કામ કરવાનું છે'
First published: April 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर