Home /News /kutchh-saurastra /

અબડાસા: કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત, જાણો હાર-જીતના કારણ

અબડાસા: કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત, જાણો હાર-જીતના કારણ

અબડાસા બેઠક પર આયાતી ઉમેદવારની જીત.

અબડાસા બેઠક પર ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજા મેદાનમાં હતા, જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. કૉંગ્રેસે શાંતિલાલ સેંઘાણી (Shantilal Shenghani)ને ટિકિટ આપી હતી.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની (Gujarat Vidhansabha) પ્રથમ નંબરની બેઠક એટલે અબડાસા બેઠક (Abdasa Constituency). આ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradyumansinh Jadeja)ની જીત થઈ છે. તેઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. અબડાસા બેઠક પર ભાજપ તરફથી પ્રદ્યુમનસિંહ જાડેજા મેદાનમાં હતા, જેઓ ક્ષત્રિય સમાજમાંથી આવે છે. કૉંગ્રેસે શાંતિલાલ સેંઘાણી (Shantilal Shenghani)ને ટિકિટ આપી હતી, કે જેઓ કડવા પાટીદાર છે. અબડાસામાં 13.1 ટકા ક્ષત્રિય મતદાર છે, જ્યારે 17.1 ટકા પાટીદાર મતદાર છે.

    અબડાસામાં ભાજપની જીતના કારણ

    પક્ષપલટૂની છાપ સામે પ્રદ્યુમનસિંહની લોકપ્રિયતા વધારે મજબૂત છે. જમીન સ્તરે જોડાયેલા નેતા હોવાનો પ્રદ્યુમનસિંહને ફાયદો મળ્યો છે. આ ઉપરાંત કૉંગ્રેસ જ્ઞાતિનું ગણિત સમજવામાં ખાઈ ગઈ છે. આના પરથી તમામ જ્ઞાતિઓનો ભરોસો ટકાવી રાખવામાં ભાજપ સફળ રહી છે. એટલું જ નહીં, કૉંગ્રેસના આંતરિક વિખવાદનો ફાયદો પ્રદ્યુમનસિંહને મળ્યો છે.

    અબડાસા બઠક વિશે:

    આ બેઠકમાં અબડાસા, લખપત, નખત્રાણા તાલુકાનો સમાવેશ થાય છે. અગાઉ આ બેઠકનો કેટલોક ભાગ માંડવી, ભુજ બેઠકમાં આવતો હતો. અબડાસા બેઠખના મત વિસ્તારમાં કુલ 398 ગામનો સમાવેશ થાય છે. બેઠકના મત વિસ્તારમાં 2 લાખ 34 હજાર 512 મતદાર છે. કૉંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના રાજીનામાથી આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર મુસ્લિમ, દલિત મતદારોનું પ્રભુત્વ રહ્યું છે.

    આ પણ વાંચો: પહેલો ઘા રાણાનો! લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાની જીત, જાણો હાર-જીતના કારણ

    અબડાસા બેઠકનો રાજકીય ઈતિહાસ

    આ બેઠક પર એક જ ઉમેદવાર ક્યારેય બીજીવાર જીતી શક્યો નથી. 1995થી બે ટર્મ કૉંગ્રેસ અને બે ટર્મ ભાજપ જીતે છે. કુલ 9 વખત કૉંગ્રેસ અને ત્રણ વખત ભાજપ જીતી છે. છેલ્લી બે ટર્મથી અહીં કૉંગ્રેસ પાર્ટી જીતતી હતી. 1998માં આ બેઠક પર મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયા હતા.

    છેલ્લી 5 ચૂંટણીમાં અબડાસાથી કોણ જીત્યું?

    2017: કૉંગ્રેસમાંથી પ્રદ્યુમનસિંહ ચૂંટાયા
    2014: પેટા ચૂંટણીમાં શક્તિસિંહ ચૂંટાયા
    2012: કૉંગ્રેસના છબીલ પટેલ ચૂંટાયા
    2007: ભાજપના જયંતી ભાનુશાળીની થઈ જીત
    2002: ભાજપના નરેન્દ્રસિંહ જાડેજા ચૂંટાયા
    1998: કૉંગ્રેસના ઈબ્રાહિમ ઈશાકની જીત
    1995: ડૉ.નીમાબેન આચાર્ય કૉંગ્રેસમાંથી જીત્યાં
    1990: પૂર્વ મંત્રી તારાચંદ છેડા ચૂંટાયા હતા

    અબડાસાનું જ્ઞાતિ સમીકરણ

    પાટીદાર------17.1
    ક્ષત્રિય------ 13.1
    મુસ્લિમ------ 20.5
    OBC------ 14
    દલિત------ 12.8
    અન્ય------ 36.5
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Abdasa, Gujarat Assembly, Gujarat Bypoll, Gujarat vidhansabha, ચૂંટણી

    આગામી સમાચાર