રણ પ્રદેશ કચ્છમાં કાંટાળા બાવળ વૃક્ષ ઠેર ઠેર જોવા મળે છે. હાલમાં આ ગાંડા બાવળ પર ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા કરાયેલ એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે આ વૃક્ષમાંથી કોફી, બિસ્કીટ અને અન્ય ખાદ્ય પદાર્થ પનબની શકે છે. ઝડપથી ફેલાતી આ વનસ્પતિ ઉપર લાંબા સમયથી સંસ્થાના ડૉ. વિજય કુમાર અને ઇઝરાયેલના વૈજ્ઞાનિક ડૉ. યુરિયલ દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યું છે.