Home /News /kutchh-saurastra /કચ્છ: GPSCની પરીક્ષામાં પેપર સારું ન જતા આમ આદમી પાર્ટી સાશે સંકળાયેલા યુવાને જીવન ટુંકાવ્યું

કચ્છ: GPSCની પરીક્ષામાં પેપર સારું ન જતા આમ આદમી પાર્ટી સાશે સંકળાયેલા યુવાને જીવન ટુંકાવ્યું

મરણ જનાર

ગત રવિવારે યોજાયેલ જી.પી.એસ.સી.ની પરીક્ષામાં પેપર સારું ન જતા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ભુજના યુવાને પોતાની જીવન ટુંકાવ્યું

કચ્છ:  ગત રવિવારે યોજાયેલ જી.પી.એસ.સી.ની પરીક્ષા ખરાબ જતા ભુજના યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યું હતું. અનેક વખત પરિક્ષા આપ્યા છતાં પાસ ન થાય બાદ હાલમાં લેવાયેલી પરીક્ષા સારી ન જતાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ભુજના યુવાને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

સોમવારે સાંજે ભુજના 28 વર્ષીય નિતેશ ધુવાએ માલધારી નગર ખાતે ઘોડાના તબેલામાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. પોલીસ દ્વારા નોંધ કરાયેલ એક્સિડેન્ટલ ડેથ રેકોર્ડ મુજબ મરણ જનાર નિતેશભાઈના પિતાજી મેઘજીભાઈ ધુવાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર લાંબા સમયથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો પણ અત્યાર સુધી એક પણ પરીક્ષામાં ઉતીર્ણ થયો ન હતો.

એ.ડી. નોંધમાં વધુ ઉમેરાયું હતું કે હાલમાં જ ગત રવિવારે લેવાયેલી ગુજરાત જાહેર સેવા આયોગ (જી.પી.એસ.સી.) વર્ગ 1 અને 2ની પરીક્ષામાં પણ નિતેશભાઈએ ભાગ લીધું હતું. તેમના પિતાજીએ જણાવ્યું હતું કે પરીક્ષા સારી ન જતા નિતેશભાઈને લાગી આવ્યું હતું અને માનસિક આઘાતના કારણે પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ઘટના બાદ નિતેશભાઈને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નીતેશભાઈના પરિવારમાં તેમના વાલી ઉપરાંત પત્ની અને બે બાળકો છે.

આ પણ વાંચો: કચ્છ: માવઠામાં વિરામ બાદ જિલ્લામાં ગુલાબી ઠંડીનો અનુભવ, જાણો તમારા શહેરનું તાપમાન

નિતેષભાઈના મિત્ર વર્તુળમાંથી જાણવા મળ્યું હતું કે તેઓ ગ્રેજ્યુએટ ઉપરાંત બી.એડ. કરેલું હતું અને ખૂબ જ કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ હતા. પોતાને ઘોડા પાળવાનો ખૂબ શોખ હતો અને અનેક વખત અશ્વ દોડમાં પણ વિજેતા બન્યા હતા. તે ઉપરાંત કચ્છ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં સ્થાપના સમયથી પાયાના કાર્યકર રહી અહમ ભૂમિકા નિભાવી હતી.

કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના મીડિયા કોર્ડીનેટર ગિરિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નિતેશભાઈ ખૂબ સંવેદનશીલ સ્વભાવના હતા. 2013થી આમ આદમી પાર્ટીમાં જોડાઈ આંદોલનોમાં ભાગ લેતા હતા. "પાર્ટીમાં જોડાયા બાદ ત્રણ થી ચાર વર્ષ સુધી ખૂબ એક્ટિવ રહ્યા હતા. 2014ની લોકસભા ચુંટણીમાં પણ સાંસદ પદ માટે દાવેદારી નોંધાવવા તૈયાર હતા પણ બાદમાં તેમની ઈચ્છા સરકારી વહીવટમાં જોડાવાની હતી અને તે કારણે જ છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજકારણમાં થોડા નિષ્ક્રિય હતા," તેવું ગિરિરાજસિંહે કહ્યું હતું.

આ પણ વાંચો: Accident News: સાણંદમાં પુરઝડપે કારે દંપત્તિને મારી ટક્કર, મહિલાનું મોત, જુઓ અકસ્માતના CCTV

જો તમે અથવા તમારા ધ્યાનમાં કોઈને આત્મઘાતી પગલા ભરવાના વિચાર આવતા હોય તો ભારત સરકારની રાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર 18002738255 પર વાત કરી શકો છો.
First published:

Tags: GPSC Exam, Kutch, કચ્છ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો