Home /News /kutchh-saurastra /

2001ના ભૂકંપે પગ છીનવ્યા પણ પગભર થવા દ્રઢ મનોબળ; જાણો દેશી સગડી બનાવનાર કચ્છની એકમાત્ર મહિલાની કહાણી

2001ના ભૂકંપે પગ છીનવ્યા પણ પગભર થવા દ્રઢ મનોબળ; જાણો દેશી સગડી બનાવનાર કચ્છની એકમાત્ર મહિલાની કહાણી

સગડી

સગડી બનાવનાર અમીનાબેન

2001માં કચ્છમાં આવેલા ભૂકંપે (2001 kutch earthquake) કચ્છના ઇતિહાસને એક વળાંક આપ્યું હતું. પોતાના નાના વ્યવસાયો અને નોકરીઓમાં મશગુલ રહેતી પ્રજા એકાએક પોતાના ઇતિહાસની સૌથી મોટી ત્રાસદી સામે આવી પહોંચ્યો હતો.

  કચ્છ : 2001માં કચ્છમાં આવેલા ભૂકંપે (2001 kutch earthquake) કચ્છના ઇતિહાસને એક વળાંક આપ્યું હતું. પોતાના નાના વ્યવસાયો અને નોકરીઓમાં મશગુલ રહેતી પ્રજા એકાએક પોતાના ઇતિહાસની સૌથી મોટી ત્રાસદી સામે આવી પહોંચ્યો હતો. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો (kutch earthquake deaths), કોઈએ પોતાના પરિવારજનો ગુમાવ્યા તો કોઈએ પોતાના સંપૂર્ણ જીવનમાં ઊભી કરેલી કમાણી અને સંપત્તિ ગુમાવી હતી. પણ વખત જતે લોકોએ આ અનુભવ સાથે જીવવાની ફરજ પડી હતી. ભૂકંપ સમયના શારીરિક અને માનસિક ઘાવ સાથે લોકોએ પોતાનો જીવન પુનઃ શરૂ કર્યું (resettlement after kutch earthquake)અને નવા ધ્યેય તરફ આગળ વધી રહ્યા.

  વાત કરીએ ભુજના દાદુપીર રોડ પર રહેતા અમીના બેન કુંભારની, જેમને ભૂકંપમાં પોતાના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી પણ છતાંય આજે આર્થિક રીતે પગભર છે. જોતે ને જોતે ભૂકંપને 21 વર્ષ થઈ ગયાં છે પણ અમીના બેને પોતાનું જીવન નિર્વાહ કરવા માટીની સગડી બનાવવાનું શરૂ કર્યું હતું અને આજે કચ્છમાં એકમાત્ર મહિલા છે જે હાથે સગડી બનાવે છે.

  26 જાન્યુઆરી 2001ના અમીનાબેન રાબેતા મુજબ પોતાના બાળકોને મદરસામાંથી લેવા ગયા. બાળકોને લઈને બહાર નીકળ્યા ત્યાં જ ભૂકંપના આંચકા અનુભવાયા અને બધી ઇમારતો જમીનદોસ્ત થઈ રહી હતી અને અમીનાબેન બેહોશ થઈ ગયા. તે દિવસને યાદ કરતાં અમીનાબેને News18ને જણાવ્યું હતું કે, "મદરસાની ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઇ હતી અને હું તેના કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. પણ મારા દુપટ્ટાનો એક છેડો બહાર દેખાઈ રહ્યો હતો જે જોઈને આસપાસના લોકોએ મને બહાર કાઢી હતી. મારા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. થોડી વાર પહેલા જ મૌલાના પોતાની દીકરીઓને લઈને મદરસામાં જઈ રહ્યા હતા તેમનું પણ મોત થયું હતું અને ઘણા બાળકોએ પણ મારી આસપાસ કાટમાળમાં દટાઈને પોતાના જીવ ગુમાવ્યા હતા."

  આ પણ વાંચો: કાતિલ ઠંડીથી જનજીવન પ્રભાવિત, ક્યારે મળશે રાહત? જાણો, હવામાન નિષ્ણાતની આગાહી

  ભૂકંપમાં અમીનાબેનના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ભુજની જનરલ હોસ્પિટલ પણ આ ભૂકંપમાં ધરાશાયી થઈ હતી. દરેક મિનિટે કાટમાળમાંથી નીકળતા ઇજાગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી હતી પણ સારવાર માટે હોસ્પિટલ જ બચી ન હતી. આવા સંજોગોમાં અમીનાબેનને એક સંસ્થા દ્વારા વડોદરા ખાતે લઇ જવાતું હતું અને તેમના પગ અને હાથ પર ઓપરેશન કરવામાં આવ્યા હતા. કાટમાળમાં ગંભીર રીતે ઘાયલ થયેલો પગ સડવાનું શરૂ થયું હતું અને તે કારણે જ અડધો પગ કાપવો પડ્યો હતો.

  શારીરિક તકલીફોની તો સારવાર થઈ હતી પણ જીવન નિર્વાહ માટે જરૂરી આર્થિક આવક કંઈ બચી ન હતી. ત્યારે અમીનાબેને પોતાના પતિ સાથે મળી હાથે માટીની સગડી બનાવવાનું શરૂ કર્યું. "ભૂકંપના કારણે લોકોને ખાવા માટે કંઈ બચ્યું ન હતું. લોકોને અનાજની કીટ તો મળતી હતી પણ ખાવાનું બનાવવા ગેસ ન હતો. ત્યારે સગડી જ એક એવી વસ્તુ હતી કે જે લોકોને ખાવાનું પૂરું પાડતી હતી," તેવું અમીનાબેને કહ્યું હતું.

  આ પણ વાંચો: કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલનો દીકરો બન્યો મોસ્ટવોન્ટેડ ક્રિમિનલ Dawood, જાણો ક્રાઇમ કુંડળી

  આજે અમીનાબેન કચ્છના એકમાત્ર મહિલા છે જે માટી વડે સગડી બનાવે છે. ભૂકંપ ને આજે 21 વર્ષ પૂર્ણ થયા છે પણ અમીનાબેન આજે પણ પોતાના પતિ સાથે મળી ભુજના ભીડ નાકા સામે આવેલા દાદુપીર રોડ પર રોજ માટીનો ઢગલો કરી સગડી પર થાપવાનું કામ કરતા જોવા મળે છે.

  દેશી સગડી વિશે વાત કરતા અમીનાબેને કહ્યું કે, \"દેશી સગડી પર બનેલી વસ્તુઓનું સ્વાદ ગેસ અને અન્ય બળતણથી બનેલી વસ્તુઓ કરતા વિશેષ હોય છે. સગડી પર બનેલી રોટલી અને રોટલા પણ એટલા સ્વાદિષ્ટ બને છે કે કોઈ પણ વ્યક્તિ સામાન્ય ખોરાકી કરતા વધારે ખાઈ જાય. તે ઉપરાંત સગડી બળે એટલે ઘરમાં પણ ગરમાટો કરે છે જે ઠંડીમાં લોકોને રાહત આપે છે.\"
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch, કચ્છ

  આગામી સમાચાર