લાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે : ભુજના મામલતદારનો અજીબ તર્ક

લાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે : ભુજના મામલતદારનો અજીબ તર્ક
પ્રતિકાત્મક તસવીર

ભુજના એક મંદિર તરફથી સવારના 8 થી 1 વાગ્યા સુધી તથા રાત્રે 8 થી 10 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી માંગવામાં આવી હતી.

 • Share this:
  ભુજ : દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ ખાસ કરીને ડ્રોપલેટ્સ દ્વારા જ ફેલાય છે. એટલે કે એક વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય અને તે ખાસી કે છીંક ખાય ત્યારે તેના ડ્રોપલેટ્સ અન્ય વ્યક્તિના મોઢા કે નાક વડે તેના શરીરમાં પ્રવેશ કરે છે. આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing) અને માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે, ભુજના સરકારી તંત્ર (Bhuj)એ કોરોના ફેલાવા પાછળ હાસ્યાસ્પદ તર્ક આપ્યો છે. ભુજના મામલતદારે લાઉડ સ્પીકર (Loud Speaker)ના ઉપયોગ કરવાની એક અરજી એવું કહીને ઠુકરાવી દીધી હતી કે, લાઉડ સ્પીકરમાંથી વિષાણુ (વાયરલ) નીકળે છે. આથી તેનાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ માટે તેના ઉપયોગની છૂટ આપી શકાય નહીં. હકીકતમાં શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચના માટે ભુજ તંત્ર પાસેથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી.

  આ અંગે ભુજના ઉમેદનગર રોડ ખાતે આવેલા શ્રી દિૃધામેશ્વર મહાદેવ મંદિર વતી હરેશગર માયાગર ગુંસાઈ તરફથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. આ અરજી તંત્રએ રદ કરી નાખી હતી અને નીચે પ્રમાણેનો જવાબ આપ્યો હતો.  (આ પણ વાંચો : આજથી માસ્ક નહીં પહેરો તો 1,000નો 'ચાંદલો'; ASI માસ્ક પહેર્યા વગર દંડ ઉઘરાવતા જોવા મળ્યા)

  તંત્રનો જવાબ :

  જય ભારત સહ ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, આપશ્રીની સંદર્ભવાળી અરજીથી શ્રાવણ માસમાં શ્રી દિૃધામેશ્વર મહાદેવ મંદિર પરીસર, ભુજ ખાતે તા.20/07/2020થી તા.20/08/2020 સુધી સવારના 8 થી 1 વાગ્યા સુધી તથા રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવા અત્રેને વિનંતી કરેલ છે.  જે બાબતે જણાવવાનું કે, સરકારશ્રીની વખતો-વખતની સૂચનાઓ તેમજ જાહેરનામાઓ અન્વયે હાલે કોરોનાના કેસો ખાસ કરીને ભુજ શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહેલ હોઇ, આ મહામારીનું સંકમણ વધુ ફેલાતું અટકે તે હેતુથી તથા માઈક વગાડવાથી અવાજની સાથે વિષાણુ નીકળવાને કારણે સંકમણની સંખ્યા વધે છે. સબબ,આપની લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મળવાની અરજી સ્વીકારી શકાય તેમ નથી.જેની જાણ થવા વિનંતી છે. - એક્ઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર-ભુજ (શહેર)
  Published by:Vinod Zankhaliya
  First published:August 11, 2020, 10:08 am

  ટૉપ ન્યૂઝ