Home /News /kutchh-saurastra /

ભુજ: લારી ગલ્લા ધારકોએ રાષ્ટ્રવ્યાપી બંધને સમર્થન આપી રેલી યોજી

ભુજ: લારી ગલ્લા ધારકોએ રાષ્ટ્રવ્યાપી બંધને સમર્થન આપી રેલી યોજી

વિરોધ રેલી

ફેરીયા અધિનિયમ 2014 રદ કરવાની અદાલત માં થયેલ સુનાવણી ના વિરોધમાં ભુજના લારી-ગલ્લા ધારકોએ રાષ્ટ્રવ્યાપી બંધને સમર્થન આપી બુધવારે પોતા?

    કચ્છ:  બુધવારે સવારથી જ ભુજ શહેરમાં ફેરિયાઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું. શહેરના લગભગ તમામ લારી ગલ્લા માલિકોએ નેશનલ હોકર્સ ફેડરેશનનો બંધ માટે કરેલ આહવાન સ્વીકારી રવિવાર જેવો માહોલ ઊભો કર્યો હતો. ચા, નાસ્તો તેમજ પાનના ગલ્લા પણ બપોર સુધી બંધ રાખવામાં આવ્યા હતા. સમગ્ર શહેરમાં આ બંધથી લોકોને લોકડાઉનનો આભાસ થયો હતો.

    સુપ્રીમ કોર્ટમાં આજે ફેરિયા અધિનિયમ 2014 રદ્દ કરવા મુદ્દે સુનાવણી ના વિરોધમાં નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા બંધ અને રેલી યોજી વિરોધ પ્રદર્શન યોજવા આહવાન કરાયું હતું. સમગ્ર દેશમાં 24 રાજ્યોમાં 1029 સંગઠનો દ્વારા ઠેર ઠેર લારી ગલ્લા ધારકોએ આ બંધને સમર્થન આપી વિરોધ દાખવ્યો હતો. ભુજમાં પણ શેરી ફેરિયા સંગઠન અને નેશનલ હોકર્સ ફેડરેશન ભુજ દ્વારા આ સુનાવણીના વિરોધમાં બંધ માટે શહેરના લારી માલિકોને આહવાન કરવામાં આવ્યું હતું. આ માટે છેલ્લા થોડા દિવસોથી ભુજ શેરી ફેરિયા સંગઠન દ્વારા શહેરના દરેક વિસ્તારમાં લારીઓની મુલાકાત લઈ ધંધાર્થીઓને બંધ પાડવાનું આહવાન કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો: શ્રી ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવઃ કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah રહેશે ઉપસ્થિત, વાંચો આખો કાર્યક્રમ

    દેશની ઉચ્ચ અદાલતમાં ફેરિયા કાનૂન રદ્દ કરવા મુદ્દે થયેલ સુનાવણીના વિરોધમાં ભુજમાં લારી ગલ્લા સંચાલકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકોએ સવારે 10 વાગ્યે ભુજની વી. ડી. હાઇસ્કુલ પાસેથી શરૂ થયેલી આ રેલીમાં ભાગ લીધો હતો. હમીરસર તળાવ પાસેથી પસાર થઈ રેલી શહેરના ટાઉનહોલ સુધી ચાલી હતી. બપોર બાદ અનેક વિસ્તારોમાં લારી ગલ્લાઓ ધીમે ધીમે શરૂ થયા હતા.

    આ પણ વાંચો: ગુજરાતમાં Omicronના ફફડાટ વચ્ચે સ્થિતિ નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું આવું છે આયોજન

    ભુજ શેરી ફેરિયા સંગઠનના પ્રમુખ મામદ લાખાએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમુક પૈસાદાર લોકો દ્વારા શેરી ફેરિયાઓ નો ધંધો બંધ થાય અને તેમની આવક વધે તે હેતુથી અદાલતમાં અરજી કરવામાં આવી હતી. મામદ ભાઈએ કહ્યું હતું કે, "ફેરીયા અધિનિયમ અમને લારી-ગલ્લા ધારકોને એક સલામત રોજગારી પૂરું પાડે છે. ભુજમાં દિવસના રૂ. 50 થી 500 કમાવનાર લારી-ગલ્લા માલિકોએ આ બંધને સમર્થન આપ્યું હતું જે દર્શાવે છે કે આ અધિનિયમ સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ. જો આ કાયદાને આગળ પણ રદ્દ કરવાની સાજિશ કરવામાં આવશે તો અમે લડત ચાલીશું."
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन