સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટનું શરમજનક નિવેદન, 'છાત્રાઓનો વાંક છે, તેમણે માસિકધર્મમાં હોવાની કબૂલાત કરી ન હતી'

News18 Gujarati
Updated: February 15, 2020, 8:09 AM IST
સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટનું શરમજનક નિવેદન, 'છાત્રાઓનો વાંક છે, તેમણે માસિકધર્મમાં હોવાની કબૂલાત કરી ન હતી'
સંચાલકોએ આ શરમજનક ઘટનામાં કન્યાઓને મીડિયા સામે આવવા દીધી નહીં

છાત્રાઓએ જેની સામે ઘટનાને દબાવી દેવાનો આરોપ મૂક્યો હતો તેવા કચ્છ જિલ્લા ભાજપનાં પૂર્વ ઉપપ્રમુખ અને સંસ્થાનાં ટ્રસ્ટી પ્રવિણ પિંડોરિયાને પોલીસ ફરિયાદમાથી આબાદ બચાવી લેવાયા છે.

  • Share this:
ભૂજ : કચ્છનાં ભૂજ શહેરમાં આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કૉલેજની છાત્રાઓના કપડાં ઉતારીને માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવવાની વાતનાં રાજ્યભરમાં પડઘા પડ્યા છે. આ મામલે છાત્રાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપનાં અગ્રણી અને સમર્થક સંચાલકોનો રાજ્ય સરકાર બચાવ કરી રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. સંચાલકોએ આ શરમજનક ઘટનામાં કન્યાઓને મીડિયા સામે આવવા દીધી નહીં અને પ્રિન્સિપાલ પાસે માફી મંગાવી ભીનું સંકોલવાનો પ્રયાસ થયો હતો. મહત્વનું છે કે, છાત્રાઓએ જેની સામે ઘટનાને દબાવી દેવાનો આરોપ મૂક્યો હતો તેવા કચ્છ જિલ્લા ભાજપનાં પૂર્વ ઉપપ્રમુખ અને સંસ્થાનાં ટ્રસ્ટી પ્રવિણ પિંડોરિયાને પોલીસ ફરિયાદમાથી આબાદ બચાવી લેવાયા છે. બીજી તરફ યુનિ.નાં ઈન્ચાર્જ મહિલા કુલપતિએ કોલેજનાં બચાવમાં નિવેદન આપ્યું હતું કે, 'તપાસમાં છાત્રાઓનો વાંક જણાયો છે તેઓએ માસિકધર્મમાં હોવાની કબુલાત કરી નહોતી. આ હોસ્ટેલના નિયમનો મામલો છે.'

સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટનાં બનાવથી કન્યાઓની માનસિક્તા પર પણ ઘણી જ ખરાબ અસર પડી છે. આ ઘટના બહાર આવ્યા બાદ માતા પિતાએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહયા છે શુક્રવારે પ્રિન્સિપાલને માફી માગવાની ફરજ પડી હતી. ત્યારે બંધ હોલમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમિયાન એક કન્યા બેહોશ થઈને ઢળી પડી હતી. જ્યારે અન્ય કન્યાઓ ચોંધાર આંસુએ રડી પડી હતી.

આચાર્ય, પટ્ટાવાળા અને ગૃહમાતાને સસ્પેન્ડ કરાયા

ટ્રસ્ટીઓએ કૉલેજનાં આચાર્ય રીટાબેન, નયનાબેન નામનાં પટ્ટાવાળા અને હોસ્ટેલના ગૃહમાતા રમીલાબેનને સસ્પેન્ડ કર્યા છે. આ મામલામાં ભુજ એ ડીવીઝન પોલીસ મથકમાં ચાર સામે ફરિયાદ કરવામાં આવી છે. રેન્જ આઈ.જી., એસ.પી.એ પણ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસને તપાસ માટે મોકલી હતી. ત્યારબાદ, ભોગ બનનાર યુવતીઓ સાથે વાતચીત કરી તેમના વતી કાયદેસરની કાર્યવાહી કરવા તત્પરતા દર્શાવી હતી. જેના પગલે એક યુવતીએ ભુજ એ ડીવીઝન પોલીસ મથકે રીટાબેન રાણીંગા, કો.ઓર્ડિનેટર અનિતાબેન, પટ્ટાવાળા નયનાબેન અને હોસ્ટેલ સુપરવાઈઝર રમીલાબેન સામે બળજબરીપૂર્વક કપડા કઢાવી પોતે તેમજ અન્ય સહાધ્યાયીઓ માસિક ધર્મમાં છે કે નહી તે તપાસી પોતાનો ગૌરવભંગ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : ભૂજ : સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારી માસિક ધર્મની તપાસ કરાતા હોબાળો

છાત્રાઓને સંસ્થામાંથી કાઢી મૂકવાની ધમકીગુજરાતભરમાં ચકચાર મચાવનારા આ કેસમાં યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ તેને અને અન્ય સાક્ષી યુવતીઓને ધમકી આપી હતી કે, તમે આ બાબતે જો કયાંય ફરિયાદ કરશો તો તમને સંસ્થામાંથી કાઢી મુકશુ. બળજબરીપૂર્વક લખાણ પણ લખાવડાવી લીધુ હતુ. પોલીસે આરોપીઓ સામે ભારતીય દંડ સહિતાની કલમ 384, 506, 355, 104 અને 114 હેઠળ ચારેય સામે ગુનો દાખલ કરી તપાસ મહિલા પીએસઆઈ લગધીરકાને તપાસ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : ટ્રમ્પનું વેલકમ કરવા 1 લાખ ટ્રી પ્લાન્ટ કરાશે, શહેરની ખુબસુરતીમાં થશે વધારો

'જવાબદારો સામે કડક પગલા લેવાશે'

સંસ્થાનાં ટ્રસ્ટી પ્રવિણ પીંડોરીયાએ આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, સંચાલક મંડળ તરીકે અમને બધા ટ્ર્સ્ટીઓને અને ભૂજ મંદિરને પણ આ ઘટનાનું દુખ છે. આ રીતે માસિક ધર્મની તપાસ કરવી તે ખોટું છે, આ અંગનો અમને પણ આઘાત છે. અમે બધા ટ્રસ્ટીઓ દીકરીઓની સાથે છીએ. જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાશે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर