મહાદેવનગર રબારીવાસના લોકો દ્વારા કલેકટરને આવેદન પત્ર અપાયું
આ વિસ્તારના રહેવાસીઓએ આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ૧૫ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું છે જે બાદ રહેવાસીઓ કલેકટર કચેરીની સામે ધરણા પર બેસશે તેવી ચીમકી અપાઈ હતી.
ભુજઃ ભુજ શહેરની (bhuj city news) ભાગોળે આવેલા ભુજ મિરઝાપર રોડ (bhuj Mirzapr road) પર સન સિટી પાસે મહાદેવનગરના રબારીવાસના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બાજુમાં આવેલી ગાયત્રી રેસીડેન્સી દ્વારા પોતાના વિસ્તારમાં દીવાલ બનાવાતા રબારીવાસનો રસ્તો બંધ થઈ ગયો છે. હવે આ વિસ્તારના રહેવાસીઓને બીજી તરફથી એક ખાનગી પ્લોટમાંથી નીકળવું પડે છે જે કદાચ આવનારા સમયમાં બાંધકામ થતાં બંધ થઈ જાય. આ વિસ્તારના રહેવાસીઓએ આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી ૧૫ દિવસમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું છે જે બાદ રહેવાસીઓ કલેકટર કચેરીની સામે ધરણા પર બેસશે તેવી ચીમકી અપાઈ હતી.