Home /News /kutchh-saurastra /kutch news: 2022માં હમીરસર બ્યૂટીફિકેશન સહિત અનેક વિકાસ કર્યો હાથ ધરશે ભુજ નગરપાલિકા

kutch news: 2022માં હમીરસર બ્યૂટીફિકેશન સહિત અનેક વિકાસ કર્યો હાથ ધરશે ભુજ નગરપાલિકા

X
ભુજ

ભુજ શહેર

kutch news: 2021માં ભુજમાં (bhuj news) અનેક વિકાસના કાર્યો થયા ત્યારે 2022માં પણ ભુજ નગરપાલિકા દ્વારા નગરજનોને અનેક વિકાસના કાર્યોની ગિફ્ટ (Gift) મળશે તેવો દાવો ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કર્યો છે.

kutch news: કચ્છનું પાટનગર એટલે ભુજ. લાખો કચ્છીઓના મનમાં ભુજના (bhuj news) દરેક વિસ્તારો અંકિત થયેલા છે. અગાઉ ભુજ માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરેલું હતું જ્યારે આજે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે અને 56 ચોરસ કિલોમીટરમાં ભુજ વિસ્તરી ગયું છે. ત્યારે 2021માં ભુજમાં (bhuj news) અનેક વિકાસના કાર્યો થયા ત્યારે 2022માં પણ ભુજ નગરપાલિકા દ્વારા નગરજનોને અનેક વિકાસના કાર્યોની ગિફ્ટ (Gift) મળશે તેવો દાવો ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે કર્યો છે.

ભુજની સ્થપના લઈને અત્યારસુધીમાંભુજે અનેક કુદતી આપતીનો સામનો કર્યો છે. ભુજમાં ભૂકંપ ,અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતનો સામનો કરી ચુક્યો છે.જેમાં 2001માં કચ્છના આવેલ વિનાશકારી ભૂંકપમાંભુજમાં પણ મોટી ખુમારી થઈ હતી.એક સમયે એવું લાગી રહ્યું હતું હવેભુજક્યારેપણ બેઠું નહિ થાય અને આજેભુજ2001ના ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ફરી છે. ત્યારે ભુજના હૃદય સમાન હમીરસર તળાવનું બ્યુટીફિકેશનનું કાર્ય પણ 8 કરોડના ખર્ચે 2022માં પૂર્ણ થઈ જશે. જેના ભાગરૂપે મહાદેવ નાકાથી રામધૂન સુધી હમીરસરની પાળી ઉપરાંત ફૂટપાથને આવરી લેતી દીવાલ બનાવવામાં આવશે, જેથી ફૂટપાથ ઉપર લારી ગલ્લાવાળા દ્વારા દબાણોની સમસ્યા નહીં રહે. જે ફૂટપાથ ઉપર પ્રવાસીઓને આકર્ષવા બેઠક વ્યવસ્થા, લાઈટિંગ સહિતનું કામ કરવામાં આવશે.

ભુજમાં હાલ તમામ વોર્ડમાં પાયાગત સુવિધાઓ તો ઉપલબ્ધ જ છે પાણીની વાત હોય, ગટરની વાત હોય કે પછી રોડ લાઇટની વાત હોય તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે તથા રોડ રસ્તાની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં રોડ રીપેરીંગ તથા નવા રોડ બનાવવા માટેના કાર્યો પણ કરવામાં આવશે. ઉપરાંત 2022ના ઉનાળામાં ભુજની જનતાને એકાંતરે પાણી મળશે. ભુજ શહેરમાં 35 કરોડના ખર્ચે પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે શિવકૃપાનગર તથા નવી રાવલવાડી ખાતે ટાંકાનું નિર્માણ થઇ રહ્યું છે.

ઉપરાંત મંગલમ ચાર રસ્તાથી લેકવ્યુ હોટલ સુધી પણ પ્રવાસીઓને આકર્ષવા 2 કરોડના ખર્ચે બ્યુટીફીકેશનનું કાર્ય કરવામાં આવશે. ઉપરાંત હમીરસર પાસેના સત્યનારાયણ મંદિરથી રામકુંડ સુધી જવા માર્ગ બનાવવામાં આવશે. જે માર્ગ હમીરસરની આવ ઉપર બનેલા પુલિયા સાથે જોડી દેવામાં આવશે, જેમાં પણ બેઠક વ્યવસ્થા ઉપરાંત લાઈટિંગનું કામ થશે. રઘુનાથજીનો આરો અને પાવડી પણ આવરી લેવાશે રામ મંદિર પાસે હમીરસર તળાવ પૂરેપૂરું ભરાયું કે નહીં તેની નિશાનીઓ સાથે બનેલા રઘુનાથજીના આરા અને પાવડીમાં પણ સુશોભન કરાશે.

આ પણ વાંચોઃ-Rajkot news: લગ્નની લાલચ આપી આઠ વર્ષ સુધી કર્યુ મહિલાનું શોષણ, મહિલાની ન્યાય માટે પોકાર

રાજાશાહીના વખતમાં બનેલા ક્રિષ્નાજી પુલ ઉપરની દીવાલો જર્જરિત થઈ ગઈ છે, જેથી તેની સંપૂર્ણ કાયાપલટ કરવામાં આવશે.ખેંગારબાગ અને તેની અંદર આવેલા બાલ ભવન ઉપરાંતે જોડિયા સ્મૃતિબાગમાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. છતરડીવાળા તળાવના અડધા ભાગને ફરતે વોક વે બન્યું છે. જે બિલકુલ જર્જરિત અને ચાલવા લાયક રહ્યું નથી, જેમાં આકર્ષક ફેરફાર કરવામાં આવશે.ઈદગાહથી રાજેન્દ્ર બાગ સુધી તળાવની દીવાલ ચણાશે ઈદગાહથી રાજેન્દ્ર બાગ સુધી તળાવની અંદર નીચેથી ઉપર સુધી દીવાલ છે. જે જૂની થઈ ગઈ છે, જેથી ભવિષ્યમાં જાનહાનિની ભીતિને ટાળવા દીવાલને પુન: ચણવામાં આવશે.

આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ટિફિન આપવા ગયેલા સગીર સાથે 'ગંદુકામ', ધાબા ઉપર બોલાવ્યો અને પછી...

ઉપરાંત શહેરના ભીડ નાકા પાસે આવેલ દેશલસર તળાવનું પણ 2022માં બ્યુટીફીકેશન કરવામાં આવશે.નગરપાલિકા દ્વારા એન્વાયર્મેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા સંસ્થાને તળાવના બ્યુટીફીકેશનનું કાર્ય સોંપાયું છે જેમાં ભુજ નગરપાલિકાને એક પણ રૂપિયાનો ખર્ચ નહીં આવે. અને આ એનજીઓ દ્વારા હાલમાં તળાવમાંથી ઝેરી વનસ્પતિ જળકુંભી દૂર કરીને બ્યુટીફીકેશનનું કાર્ય થઈ રહ્યું છે અને 2022માં શહેરને નવા તળાવની ગિફ્ટ મળશે તેવું ભુજ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ-Sachin GIDC Gas Leak: છ લોકોના મોતના આરોપીઓ ભરૂચથી ઝડપાયા, સંદીપ ગુપ્તાની શોધખોળ ચાલું

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, 2001ના ધરતીકંપ પછી ભુજ નગરપાલિકાની ઈમારત જર્જરિત હતી અને આ ઇમારતનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે જેનું કામ પણ હાલ હાથમાં લેવાઈ ગયું છે. ભુજ નગરપાલીકાની નવી ઈમારત 5.25 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ઉપરાંત ભુજના જૂના બસ સ્ટેશન પાસે ઓફિસો અને દુકાનો આવેલી છે ત્યાં વર્ષોથી કોમ્પલેક્ષ બનાવવાની વાત ચાલી રહી હતી. અત્યારે અહીઁ નવું ST વર્કશોપ બની રહ્યું છે.આ પ્રોપર્ટી નગરપાલીકાની હતી પરંતુ સીટી સર્વેમાં ચડેલી ના હોવાથી કરેલ દરખાસ્તો પાછી આવતી હતી. પરંતુ હવે દરખાસ્તો સુધારી ફરીથી સીટી સર્વેમાં આ પ્રોપર્ટી ચડાવવામાં આવશે.

આ ઉપરાંત ભુજ નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું કે હાલમાં પણ ભુજ શહેરમાં 12.5 કરોડના વિકાસના કાર્યો ચાલુ છે. 2022માં માત્ર 5 નહીં પરંતુ 11 એવા વિકાસના કાર્યો કરવાનો દાવો કર્યો હતો જેની નોંધ ભુજના દરેક નગરજન લેશે અને ભુજના નાના કાર્યકર અને નગરપતિ તરીકે તેમને યાદ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
First published:

Tags: Bhuj News, Gujarati news, Kutch news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો