Home /News /kutchh-saurastra /

Kutch: 2001માં ભૂકંપના કારણે ધ્વજવંદન ન કરી શક્યા પણ આજે બે દાયકા બાદ ઓળખાય છે ઝંડા વાળા ચાચા તરીકે

Kutch: 2001માં ભૂકંપના કારણે ધ્વજવંદન ન કરી શક્યા પણ આજે બે દાયકા બાદ ઓળખાય છે ઝંડા વાળા ચાચા તરીકે

ઝંડા

ઝંડા વાળા ચાચા

26 જાન્યુઆરી 1950ના ભારતનો સંવિધાન (Constitution of India) અમલી થયું હતું અને ત્યારથી હર વર્ષે દેશમાં આ દિવસે પ્રજાસત્તાક દિનની (Republic Day) ઉજવણી કરવામાં આવે છે.

    26 જાન્યુઆરી 1950ના ભારતનો સંવિધાન (Constitution of India) અમલી થયું હતું અને ત્યારથી હર વર્ષે દેશમાં આ દિવસે પ્રજાસત્તાક દિનની (Republic Day) ઉજવણી કરવામાં આવે છે. 2001નો પ્રજાસત્તાક દિવસ અન્ય વર્ષના પ્રજાસત્તાક દિવસથી અલગ છે. 2001માં આ વર્ષે જ્યારે પૂરો દેશ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનના તૈયારી કરી રહ્યું હતું ત્યારે કચ્છમાં વિનાશક ભૂકંપે (2001 Kutch Earthquake) જનજીવનને અટકાવ્યું હતું. 7ની તીવ્રતાથી વધારાનો આંચકો કચ્છમાં આવેલી ઈમારતોને જમીનદોસ્ત કરવા માટે સક્ષમ હતું. કચ્છમાં પણ અનેક જગ્યાઓ પર પ્રજાસત્તાક દિવસની (73rd Republic Day) ઉજવણી માટે તૈયારીઓ કરાઈ રહી હતી પણ વિનાશક ભૂકંપના કારણે લોકોને બધું પડતું મૂકી પોતાનો જીવ બચાવવાની ફરજ પડી હતી.

    2001ના પ્રજાસત્તાક દિવસે રાબેતા મુજબ ધ્વજવંદનમાં ભાગ લેવા ભુજના અનવર નોડે તૈયારીઓ કરી રહ્યા હતા અને ત્યારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને પોતાના પત્ની અને બાળકોને બચાવવા ઘરમાંથી બહાર લઈ ગયા. 26 તારીખ બાદ અનેક દિવસો સુધી કચ્છમાં જનજીવનની કાયા પલટ થઈ ગયી હતી. અનેક લોકોએ પોતાના પરિવારજનો ખોયા તો અનેક લોકોએ પોતાના જીવનભરની કમાણી. આ વચ્ચે અનવરભાઈને ફક્ત એ જ વાતનું દુઃખ હતું કે તેમને પ્રજાસત્તાક દિને ધ્વજવંદન કરવા મળ્યું નહીં.

    આ પણ વાંચો: Rajkot : કરૂણ ઘટના! આપઘાત કરી જનાર પત્નીના વિયોગમાં પતિએ લગાવી મોતની છલાંગ

    પણ કુદરત અને માનવની ઈચ્છાશક્તિએ કઈંક એવું દેખાડ્યું કે આજે બે દાયકા બાદ એ અનવરભાઈ ઝંડા વાળા ચાચા તરીકે ઓળખાય છે. ભૂકંપ બાદ અનવરભાઈએ પોતાની સ્ટેશનરીની દુકાન શરૂ કરી અને બીજા વર્ષથી જ રાષ્ટ્રીય પર્વો પર દુકાનમાં રાષ્ટ્રધ્વજ અને તેના સંબંધી વસ્તુઓનું વેચાણ કર્યું. વેંચાણ સાથે અનવરભાઈએ શાળામાં ભણતા નાના બાળકોને રાષ્ટ્રઘ્વજ આપવાનું શરૂ કર્યું. આજે બે દાયકા થયા અનવરભાઈ બાળકોને રાષ્ટ્રઘ્વજ સાથે રાષ્ટ્રગીતના પુસ્તકો અને અલ્પાહાર આપે છે.

    આ પણ વાંચો: ગોધરા: લગ્નનાં ફેરાનાં ગણત્રીની કલાક પહેલા જ પિતાના ઘરમાં દીકરીની ડોલી નહીં અર્થી ઉઠી

    એક સમયે પોતે ધ્વજવંદનમાં ભાગ નલઈ શક્યા પણ હવે અનવરભાઈ નાના બાળકોને રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રઘ્વજ માટે પ્રેમ કરવાનું શીખવાડે છે. જો કે છેલ્લા બે વર્ષોથી કોરોનાના કારણે શાળાઓ બંધ હોતાં બાળકોને મળી શકતા નથી. News18 સાથે ખાસ વાતચીત કરતા અનવરભાઈએ જણાવ્યું હતું કે, \"હર વર્ષે બાળકોને રાષ્ટ્રઘ્વજ આપવા જતો ત્યારે મારો મં ખુશ થતો અને મારા અંદરનો રાષ્ટ્રપ્રેમ અને દેશ માટે કંઈક કરવાની ભાવના સંતોષાતી. હમણાં કોરોનાના કારણે બાળકોને મળી નથી શકાતું પણ આશા કરું છું કે આવતા વર્ષે શાળાઓ ચાલુ હોય અને ફરી બાળકોને આપણા રાષ્ટ્રઘ્વજ ભેટ આપી તેમનામાં પણ દેશપ્રેમ જગાવું."
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર