રાજ્ય પોલીસ કર્મચારીઓનાં ગ્રેડ પે વધારવા બાબતે ગાંધીનગર ખાતે ચાલી રહેલા આંદોલનની આગ કચ્છમાં પણ ફેલાઈ છે. ગઈકાલે ભુજ શહેરના 36 ક્વાર્ટર પોલીસ વસાહત પાસે ચક્કાજામ કર્યા બાદ ગુરુવારે શહેરના મુખ્ય વિસ્તાર જ્યુબિલિ સર્કલ પર ચક્કાજામ કરાયું હતું.
મહિલાઓ અને બાળકો દ્વારા કરાયેલા ચક્કાજામ થકી સર્કલની જોડતા તમામ રસ્તાઓ પર લાંબા ટ્રાફિકજામ સર્જાયા હતા. પોલીસ અધિકારી દ્વારા અનેક વખત સમજાવ્યા બાદ આખરે મોરચા દ્વારા પોલીસ અધિક્ષક ની કચેરી સુધી રેલી યોજી અધિક્ષક સમક્ષ રજૂઆત કરાઈ હતી.