કચ્છ: ભુજ તાલુકાના ખેડૂતો દ્વારા પાણી વીજળી અને ખાતર જેવા વિવિધ પ્રશ્નોને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા. જો ખેડૂતો ની માંગ પૂરી ન થઈ તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સોમવારે ભુજ શહેરમાં ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે તાલુકા ભરમાંથી ખેડૂતો વિરોધ પ્રદર્શિત કરવા ભેગા થયા હતા. AG વીજ મીટરમાંથી ફિક્સ HP મીટર માં ફેરવવા, યુરિયા ખાતર તાત્કાલિક અસરથી મળે, નર્મદાના કામોમાં ગતિ લાવી વધારાના પાણીની વહીવટી મંજૂરી ઝડપથી મળી રહે તેમજ ભાવ વધારા મુદ્દે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા.
જિલ્લા કિસાનોએ વિવિધ સમસ્યાઓ માટે અનેક વખત વિવિધ સ્તરે રજૂઆતો કરી છે. ભુજ તાલુકા ને નર્મદાનો સિંચાઈનું પાણી તાત્કાલિક મળે તે માટે વધારાની એક મિલિયન એકર ફીટ પાણીના કામો માટે તાત્કાલિક વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી માંગ પણ થઈ હતી
આ ઉપરાંત ભુજ તાલુકાની ભૌગોલીક પરિસ્થિતિને કારણે ખેડૂતોને 500થી 700 ફૂટ ઊંચાઈએથી પાણી ખેંચવું પડે છે જેના માટે વધારે હોર્સ પાવરની મોટર બેસાડવી પડે છે અને આ સંજોગોમાં જે મીટર પ્રથા છે તે ખેડૂતોને પરવડે તેમ નથી અને મીટર બળી જવાથી ખેડૂતોના પાક પણ સુકાઈ જાય છે માટે મીટર પ્રથા મરજીયાત કરવામાં આવે જેનાથી સરકાર અને ખેડૂતોને ફાયદો થશે. તો ખેડૂતો દ્વારા જમીન ફળદ્રૂપ બનાવવા માટે નદીઓ કે તળાવમાંથી માટી ઉપાડવા માં આવે છે ત્યારે સ્થાનિક પોલીસ તેમજ ખનીજ ખાતા દ્વારા ખેડૂતોના વાહન ડિટેઇન કરીને મોટા દંડ વસૂલવામાં આવે છે જેથી ખેડૂતોને આવી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ કરી હતી.
ઉપરાંત એકપણ તાલુકામાં યુરિયા ખાતર મળી રહ્યું નથી તો સમગ્ર તાલુકામાં તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર ખેડૂતોને પરવડે તેવા ભાવથી આપવામાં આવે તેવી સરકાર દ્વારા કોઇ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી અને જો ખેડૂતોની આ તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો 11મી જાન્યુઆરીથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું કિસાન અગ્રણીઓએ જણાવ્યું હતું
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર