Home /News /kutchh-saurastra /

kutch news: ભુજના વૃદ્ધ બન્યા કાગડા વાળા કાકા, કાગડાઓને બે દાયકાથી ખવડાવી પોતાનો પરિવાર બનાવ્યો

kutch news: ભુજના વૃદ્ધ બન્યા કાગડા વાળા કાકા, કાગડાઓને બે દાયકાથી ખવડાવી પોતાનો પરિવાર બનાવ્યો

કાગડા

કાગડા અને કાકા

ભુજના 82 વર્ષીય વૃદ્ધ છેલ્લા 19 વર્ષોથી રોજ સવારે કાગડાઓને ખવડાવી પોતાના પરિવારની જેમ રાખે છે હવે કાગડા વાળા કાકા તરીકે ઓળખાય છે

    kutch news: કુદરત સાથે મનુષ્ય નો સંબંધ ખૂબ જ સુંદર છે જો મનુષ્ય કુદરતની જરૂરત સમજી કુદરત ને સાથે રાખી જીવનમાં આગળ વધે કુદરત પણ તેને પોતાના ખોળામાં સાચવે છે. કુદરત અને મનુષ્યના સુંદર સબંધનો (beautiful relationship between nature and man) અનોખો ઉદાહરણ છે કચ્છના 82 વર્ષીય ડાયાલાલ ભાઈ અને કાગડાઓની મિત્રતા. ભુજના ૮૨ વર્ષીય વૃદ્ધ એ કાગડા અને પોતાનો પરિવાર બનાવ્યો છે. અને છેલ્લા ૧૯ વર્ષથી દરરોજ સવારે ઉઠી ભોજનાલયમાં (Restaurant) હમીરસર તળાવ પાસે કાગડા અને પોતાના હાથે ખવડાવે છે. એસટીમાં ફરજ બજાવતા ડાયાલાલ ભાઈ ખત્રી નિવૃત્તિ બાદ આ અનોખું કાર્ય કરવામાં લાગ્યા છે. પોતાનું નિવૃત્ત જીવન કંઈક સેવા કાર્ય કરીને પસાર કરવાની ઇચ્છાથી ડાયાલાલ ભાઈએ કાગડાઓને ખવડાવવાનું શરૂ કર્યું.

    ભુજમાં ખેંગારબાગ પાસે એક બેન્ચ પર કાગડા દરરોજ સવારે તેમની વાટ જુવે છે કાકા બાગના પ્રવેશદ્વારમાં પગ મુકે એટલે તરત તમામ કાગડાનું ટોળું નિત્ય ક્રમ અનુસાર નિર્ધારિત બેંચ ઉપર આવીને બેસી જાય છે અને તેઓ ચાલતા ચાલતા બેંચ તરફ પ્રયાણ કરે એ સમય દરમિયાન કાગડાઓનો ક્રાંઉ-ક્રાંઉનો શોર શરૂ થઇ જાય છે ડાહ્યાભાઈ આવી બેન્ચની આસપાસ સફાઈ કરી કાગડાઓ પાસે બેસી તેઓને પોતાના હાથે ગાંઠિયા ખવડાવે ત્યાર પછી કાગડાઓ ત્યાંથી જાય છે..આવું એક બે દિવસથી નહીં પણ છેલ્લા 19 વર્ષથી ચાલ્યું આવે છે..આ દ્રશ્યો જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય કે આ ચતુર પક્ષી કોઈની પાસે પણ ના જાય ને આ ડાહ્યાભાઈ પોતાના હાથ પર બેસાડીને ખવડાવે છે..ડાહ્યાભાઈની એટલી ગાઢ મિત્રતા છે આ કાગડાઓથી કે , તેઓ પોતાના મોઢામાં ખાવાની વસ્તુ મૂકે તો પણ કાગડાઓ ખભા પર બેસીને ખાય છે

    ડાહ્યાભાઈનું કહેવું છે કે પંદર વર્ષ પહેલા તેઓએ એકવાર બિસ્કિટ ખવડાવાથી શરૂઆત કરી હતી..ત્યારબાદ દરરોજ અલગ અલગ ભોજન લાવી કાગડાઓને ખવડાવતા ધીરે ધીરે કાગડાઓને તેઓ પર વિશ્વાસ આવતો ગયો. ત્યારે પ્રેમ અને વિશ્વાસની આ મૂડીનું ગજબ સંયોજન અહી જોવા મળે છે હવે તો ભુજના લોકો પણ ડાહ્યાભાઈને કાગડા વારા કાકા તરીકે ઓળખે છે..અહીં આવતા લોકોને આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય થાય છે..લોકો કહે છે કે કાગડાઓ હાથ પર બેસીને ખાય છે તે જોઈને નવાઈ લાગે છે અમે ખાસ આ કાકાને જોવા માટે અહીં આવીએ છીએ અને પક્ષીને મનુષ્યનો આ પ્રેમ જોઈ ખુબજ આનંદ થાય છે
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन