Home /News /kutchh-saurastra /

HBD Bhuj: ભુજનો 474મો સ્થાપના દિવસ: મહાનગરપલિકા બને તેવા સુર ચોતરફથી ઉપડ્યા

HBD Bhuj: ભુજનો 474મો સ્થાપના દિવસ: મહાનગરપલિકા બને તેવા સુર ચોતરફથી ઉપડ્યા

ભુજ

ભુજ શહેર

બુધવારે માગસર સુદ પાંચમના ભુજ શહેરના 474મા સ્થાપના દિવસની ખિલ્લી પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી

    વિક્રમ સંવત 1605ના માગસર પાંચમના રોજ તે સમયના કચ્છના રાજવી રાઓ ખેંગારજીએ રાજ્યના મધ્યમાં આવેલા ભુજીયા ડુંગર પાસે ભુજ શહેર વસાવી રાજધાનીને લખીયારવીરા થી ખસેડી હતી. આજે આ શહેર તેનો 474મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આ શહેરે ઘણા તડકા છાયાના દિવસો જોયા છે. આઝાદી સમયે આ શહેર પાંચ નાકા અને છતથી બારી વચ્ચે માટે 9 ચો. કી.મી. માં સીમિત હતો. 2001ના વિનાશકારી ભૂકંપ બાદ જાણે ફિનિક્સ પક્ષી રાખમાંથી ઊભો થતો હોય તેમ આ શહેરનો શૂન્ય માંથી પુનઃસર્જન થયો છે. આજે વિકાસની ગતિ ના કારણે ભુજ 56 ચો. કી.મી. માં ફેલાયેલો છે અને સતત વધતો જાય છે.

    રાજાશાહી વખતનો ઠાઠ માઠ અને ખુમારી આજે પણ અહીં ની પ્રજામાં જોવા મળે છે. સવારે જલેબી ફાફડા ખાઈ કામ પર જનારી પ્રજા, બપોરે પોતાના ઘરે જ જમે અને ફરજિયાત આરામ કર્યા બાદ સાંજે ફરી કામ પર જાય અને દાબેલીના ચટાકા માણે. બીજા શહેરોની જેમ અહીં નું જીવન ભાગદોડ માં નહિ પરંતુ નિરાંતમાં પસાર થાય છે. દર રવિવારે ઐતિહાસિક હમીરસર તળાવ પાસે ઉમડતી શહેરીજનોની ભીડ હોય કે સાતમ આઠમના પર્વોમાં ભરાતા સ્વયંભૂ મેળા હોય, ભૂજવાસીઓ નિરાંતે જીવનની દરેક ક્ષણ માણે છે. ત્યારે જ જાણીતા કચ્છી લેખકો નરેન્દ્ર શાહ અને ધનજી ભાનુશાલીએ પોતાના લેખોમાં આ શહેરને નિરાંતનું નગર કહ્યું છે.

    આ પણ વાંચો: Omicron Effect: અમદાવાદ એરપોર્ટ પર તંત્ર સજ્જ, છેલ્લા એક સપ્તાહમાં આવ્યા 9800 પ્રવાસીઓ

    1605માં શહેરની સ્થાપના વખતે ખોળવામાં આવેલી પ્રથમ ખિલ્લીની આજ દિન સુધી હર સ્થાપના દિવસે પૂજા કરાય છે. નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા આ વર્ષે ખિલ્લીપુજન કરી પરંપરા જાળવવામાં આવી હતી. જો કે હવે સતત આગળ વધતા વિકાસની સાથે શહેરીજનોની આશાઓ પણ વધી છે. દેશના સૌથી મોટા જિલ્લાના સૌથી મોટા શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તેવા સુર ચોતરફથી ઉપડી રહ્યા છે. ખિલિપુજન સમારોહ પ્રસંગે પણ રાજપરિવારના સભ્યોએ ભુજને મહાનગરપાલિકા બનાવવાની ઈચ્છા સુધરાઇના હોદ્દેદારો સામે મૂકી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Bhuj News, Kutch, ભૂજ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन