Home /News /kutchh-saurastra /

કિશાન સંઘની ચીમકીઃ બજેટમાં નર્મદા પાણી માટે ફાળવણી નહીં વધે તો 16મીથી ફરી આંદોલન થશે

કિશાન સંઘની ચીમકીઃ બજેટમાં નર્મદા પાણી માટે ફાળવણી નહીં વધે તો 16મીથી ફરી આંદોલન થશે

ભારતીય કિસાન સંઘ

Kutch News: રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા અગાઉ ખેડૂતોના આંદોલનને (Khedut andalan) ધ્યાનમાં રાખી નર્મદાના પાણી (Narmada Water) માટે રૂ. ચાર હજાર કરોડની સૈધાંતિક મંજૂરી આપી હતી પણ બજેટમાં માત્ર રૂ. 272 કરોડ ફાળવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે

વધુ જુઓ ...
  કચ્છઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) રજૂ કરાયેલા અંદાજપત્રમાં (Gujarat Budget) કચ્છમાં નર્મદાના પાણીના (Kutch Narmada Water) વધારાના 1 મિલિયન એકર ફૂટની સિંચાઇ માટે પાણીની ફાળવણીની જાહેરાત અંતર્ગત પ્રથમ તબક્કામાં માત્ર 272 કરોડની રક્મની જોગવાઇ જાહેર કરવામાં આવી હતી જેને કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે (Bharatiya Kisan Sangh) વખોડી કાઢી હતી અને જો 15મી માર્ચ સુધી બજેટમાં સુધારો કરીને રકમ ફાળવવામાં આવે નહીં તો 16મી માર્ચથી ફરીથી ધરણાં (Farmer's Protest) કરવામાં આવશે.

  કચ્છના પ્રાણ પ્રશ્ન એવા નર્મદાના વધારાના એક મીબિયન એકર ફીટ પાણીના કાર્યો માટે વર્ષ 2022-23ના અંદાજપત્રમાં સરકારે મામૂલી 272 કરોડ રૂપિયાની ફાળવણી કરીને કચ્છને વધુ એક વાર અન્યાય કર્યો છે. લાંબી લડત ચલાવી ત્યારે વહીવટી મંજૂરી આપવામાં આવી અને હવે નજીવી રકમની જોગવાઇ કરીને લોકો સાથે ક્રૂર મજાક કરવામાં આવી રહ્યું છે તેવું કિસાન સંઘના હોદ્દેદારોએ કરી છે. વહીવટી મંજૂરી માટે કિસાન સંઘ દ્વારા વિવિધ સમાજો, સાધુ-સંતો, સંસ્થાઓ અને 400થી વધારે ગામ પંચાયતોને સાથે રાખીને ભુજમાં તા. 11મી જાન્યુઆરી 2022ના ધરણાં પણ યોજ્યા હતા.

  આ ધરણાના બીજા જ દિવસે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના આગેવાનોને ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ મુલાકાત સમયે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશભાઈ પટેલ, કચ્છના તમામ ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા હાજર રહ્યા હતા છતાં પણ બજેટમાં કચ્છના ખેડૂતો સાથે નર્મદાના પાણીના નામે અન્યાય કરવામાં આવ્યો છે.

  વધુમાં ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ શિવજી ભાઈ બરાડિયાએ કહ્યું હતું કે આ સમગ્ર વસ્તુઓ કચ્છને પાણી ન આપવા પાછળનો ષડયંત્ર છે જેમાં મોટા ઉદ્યોગો પણ કદાચ ભાગ ભજવતા હોય. આવી ખાનગી કંપનીઓ કચ્છમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહી છે અને પાછલા બારણે સરકાર પર દબાણ કરી રહી છે. તો સાથે જ આક્ષેપ કર્યા હતા કે કચ્છનું રાજકીય પ્રતિનિધિત્વ રાજ્યસ્તરે નબળુ પુરવાર થયું છે.

  મુખ્યપ્રધાને નાણાકીય વર્ષ 2022-23ના બજેટમાં નર્મદાના વધારાના એક મીલિયન એકર ફીટ પાણી માટે 4369 કરોડ પૂરેપૂરા ફાળવવાની ખાતરી આપી હતી. હવે અંદાજપત્ર જાહેર થયું છે તેમાં માત્ર 272 કરોડની જોગવાઈ કરાઈ છે. આમ માત્ર કિસાનો જ નહિ, કચ્છની તમામ પ્રજા સાથે સરકારે દ્રોહ કર્યો છે. આટલી મામુલી રકમમાંથી કામ કેવી રીતે શરૂ થશે તે એક મોટો સવાલ છે.

  આ ઉપરાંત નર્મદાના નિયમિત પાણીની દૂધઈ સબબ્રાંચ અને મોડકૂબા કેનાલના કામો માટે કેટલી રકમ ખર્ચવામાં આવશે તેનો કોઇ જ ઉલ્લેખ બજેટમાં કરાયો નથી. તે અંગે પણ સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગણી ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ કરી હતી. ઉપરાંત નબળી નેતાગીરીના કારણે વારંવાર કચ્છના ખેડૂતો સાથે અન્યાય થતાં હોવાનું પણ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લના પ્રમુખે જણાવ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં નર્મદાના પાણીના વધારાના 1 મિલિયન એકર ફૂટની સિંચાઈ માટે થોડાક દિવસો અગાઉ 4,369 કરોડની વહીવટી મંજૂરી મળ્યાની જાહેરાત કરવામાં આવી હતી, તો બજેટમાં માત્ર 272 કરોડ ફાળવાતા કચ્છીઓ માટે ઝડપી કામ થવાની આશા પર પાણી ફરી વળ્યુ છે અને ભારતીય કિસાન સંઘ દ્વારા આ બજેટને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું.

  એક તરફ નર્મદાના વધારાના એક લાખ મિલિયન એકર ફીટ પાણી માટે જરૂરી એવી સારણ જળાશય, ટપ્પર ડેમ અને નીરોણા ડેમ સુધી પાઇપ લાઇન પાથરવા નાની રકમ ફાળવી તેનાથી કેટલું કામ થશે, તે પ્રશ્ન છે. કુલ છ તબક્કામાં થનારા સરહદી જિલ્લાની ખેતી માટે ખૂબ મહત્વની યોજના ઝડપથી કઈ રીતે થશે.

  વધારાના કામો માટે આપે આપેલી ખાતરી મુજબ પૂરેપૂરા 4369 કરોડ રૂપિયાની બજેટમાં સુધારો કરીને તા. 15મી માર્ચ 2022 સુધીમાં ફાળવણી કરવામાં આવે એવી માંગણી કચ્છના ખેડૂતોએ કરી છે. જો આ મુદત સુધી માંગ નહીં સંતોષાય તો તા. 16મી માર્ચથી જિલ્લા મથક ભુજમાં તમામ સમાજો, સાધુ સંતો, સંસ્થાઓ અને ગ્રામ પંચાયતોને સાથે રાખીને ફરી એકવાર ધરણા કરવાની ફરજ પડશે. તેમ છતાં માંગ નહી સંતોષાય તો આગામી સમયમાં વિવિધ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તે દરમિયાન જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે.

  કચ્છના પ્રાણપ્રશ્ન નર્મદાના વધારાના પાણી માટે હવે ભારતીય કિસાન સંઘની પ્રદેશ શાખા દ્વારા પણ વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યા છે. તો આવતા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે પણ પ્રાંત સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવે તેવા વિચારો કરાઈ રહ્યાં છે.
  First published:

  Tags: Gujarati news, Kutch news, Narmada water

  આગામી સમાચાર