પિડીતાને ન્યાય અપાવવા કોંગ્રેસની નલિયાથી ગાંધીનગર સુધી યાત્રા

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 8:01 PM IST
પિડીતાને ન્યાય અપાવવા કોંગ્રેસની નલિયાથી ગાંધીનગર સુધી યાત્રા
અમદાવાદઃનલિયાના સેક્સકાંડમાં ભાજપના નેતા અને હોદ્દેદારોના નામ ઉછળ્યા બાદ રાજકારણ ગરમાયું છે. તો આ મુદ્દાને ચુંટણી લક્ષી બનાવીને 2017ની વિધાનસભા ચુંટણી જીતવા કોંગ્રેસ કમરકસી છે. ગઇકાલે શંકરસિંહના ભાજપના નેતાઓની સેક્સસીડીના નિવેદન બાદ આજે કોંગ્રેસે નલિયાથી ગાંધીનગર સુધીની યાત્રા યોજી અને વિધાનસભાનો ઘેરાવો કરવાનું નક્કી કર્યું છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 15, 2017, 8:01 PM IST
અમદાવાદઃનલિયાના સેક્સકાંડમાં ભાજપના નેતા અને હોદ્દેદારોના નામ ઉછળ્યા બાદ રાજકારણ ગરમાયું છે. તો આ મુદ્દાને ચુંટણી લક્ષી બનાવીને 2017ની વિધાનસભા ચુંટણી જીતવા કોંગ્રેસ કમરકસી છે. ગઇકાલે શંકરસિંહના ભાજપના નેતાઓની સેક્સસીડીના નિવેદન બાદ આજે કોંગ્રેસે નલિયાથી ગાંધીનગર સુધીની યાત્રા યોજી અને વિધાનસભાનો ઘેરાવો કરવાનું નક્કી કર્યું છે.

પ્રદેશ કોંગ્રેસ નલિયાકાંડ મુદ્દે આક્રમક બની છે અને ભાજપ સરકાર પિડીતાને ન્યાય આપે તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષ આગામી 18 ફેબ્રુઆરીથી ભાજપથી બેટી બચાવો યાત્રા યોજવાની જાહેરાત કરી છે. પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની મળેલી બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય પક્ષ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પક્ષ નલિયાથી ગાંધીનગર સુધી ત્રણ દિવસીય યાત્રા યોજશે. આ યાત્રા 600 કિમીની રહેશે.

જેમાં ગાડીઓનો મોટો કાફળો જોડાશે. 20 તારીખે ગાંધીનગર વિધાનસભા ખાતે યાત્રા પૂર્ણ થશે. અને વિધાનસભાનો ઘેરાવ કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સાડી આપી પિડીતાને ન્યાપ આપવાની માંગ કરશે.

First published: February 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर