Home /News /kutchh-saurastra /

કચ્છ: બેંક દ્વારા ભૂલથી મહિલાના ખાતામાં 85 લાખ જમા થયા, મહિલાએ બધા રૂપિયા "ઉડાડી" દીધા

કચ્છ: બેંક દ્વારા ભૂલથી મહિલાના ખાતામાં 85 લાખ જમા થયા, મહિલાએ બધા રૂપિયા "ઉડાડી" દીધા

ફાઈલ તસવીર

કચ્છના અંજાર તાલુકામાં એક બેંક દ્વારા કમ્પ્યુટર ભૂલના કારણે મહિલાના ખાતામાં રૂ. 85 લાખ જમા થયા હતા અને મહિલાએ પૂરી રકમ ખર્ચ કરતા બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી

    Kutch: કચ્છના અંજાર તાલુકામાં (Anjar Kutch) એક બેન્ક પોતાની નાની ભૂલના કારણે રૂ. 85 લાખની ખોટમાં પડી ગઈ છે. બેંક દ્વારા એક મહિલાના ખાતામાં ભૂલથી રૂ. 85 લાખ જમા (Money deposited by mistake) કર્યા હતા અને જ્યારે બેંક મહિલા પાસે પૈસા પરત લેવા પહોંચી તો મહિલાએ પુરે પુરી રકમ ખર્ચ કરી મૂકી હતી. આ મુદ્દે કચ્છના અંજાર પોલીસ સ્ટેશન (Anjar Police Station) ખાતે બેંક મેનેજરે મહિલા અને અન્ય બે વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

    નોંધાયેલી ફરિયાદ મુજબ ગત વર્ષે પાંચમા મહિનામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વરસામેડી શાખામાં ખુશાલ રવાભાઈ ખાટરિયા તરફથી ગાંધીધામની રાજકોટ નાગરિક બેંકનું રૂ. 85 લાખનું ચેક ક્લિયરિંગ માટે આવ્યું હતું. ક્લિયરિંગ સમયે ખાતાધરકના બેંક ખાતામાં પૂરી રકમ ન હોતાં ચેક બાઉન્સ થયો હતો. પણ કમ્પ્યુટર ભૂલના કારણે બેંક દ્વારા તે પૂરી રકમ પૈસા મોકલનારના ખાતામાંથી કાઢ્યા વિના જે વ્યક્તિના નામનું ચેક હતું તેના ખાતામાં જમા થયા હતા.

    ગત વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં જ આ પૈસા જમા થયા બાદ બેંકને પોતાથી થયેલી ભૂલની જાણ થાય તે પહેલાં જ ખાતાધરક મહિલા કંકુબેન રામજી ડાંગરે બે દિવસની અંદર ત્રણ અલગ અલગ ઉપાડમાં પૂરા રૂ. 85 લાખ પોતાના ખાતામાંથી અન્ય ખાતાઓમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ બેંક મેનેજર દ્વારા તે મહિલાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પણ કંકુબેને તે રકમ વેપાર વ્યવહાર માટે ઉપાડી લીધી હોવાનું જણાવી તે સમયે તેટલી રકમ હાથ પર ન હોવાનું જણાવ્યું હતું.

    આ પણ વાંચો: 3 વર્ષમાં આ પેની સ્ટોક બન્યો મલ્ટીબેગર, રોકાણકારોને કર્યા માલામાલ

    પણ બન્ને પક્ષો વચ્ચે સહમતિથી લેખિતમાં નક્કી કરાયું હતું કે થોડા સમયમાં બેંકને પૈસા પરત કરવામાં આવશે અને સાથે જ કુલ ત્રણ ચેક પણ લેવામાં આવ્યા હતા. પણ એક વર્ષના લાંબા ગાળા સુધીમાં કોઈ રકમ પરત ન આવતા અને વારંવાર બેંકને ઉડાઉ જવાબ આપતા બેંક મેનેજર દ્વારા અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં પૈસા જમા થયા તે ખાતાધારક કંકુબેન અને ચેક મોકલનાર ખુશાલભાઈ ઉપરાંત તે 85 લાખમાંથી એક રકમ જેના ખાતામાં જમા કરાવી તે સાલેમામદ ઓસમાણ ફકીર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ છે.

    આ પણ વાંચો: રોકાણકારોને ચેતવતો કિસ્સો! સુરતના રીક્ષા ચાલક અને પત્નીએ કરી 360 કરોડની છેતરપિંડી

    ઉલ્લેખનીય છે કે મહિલાએ લખાણ કરાવતી વખતે આ રકમ પર કોઈ વ્યાજ ન ભરવાની શરતે સહી કરી હતી અને ગઈકાલે નોંધાયેલી ફરિયાદમાં બેંક મેનેજરે લાચારી અને વિવશતામાં વ્યાજ માફ કરવા તૈયાર થયા હોવાનું જણાવ્યું હતું અને હવે સંપૂર્ણ રકમ પર 5.2 ટકા વ્યાજની પણ માંગણી કરી હતી. અંજાર પોલીસ સ્ટેશન ખાતે ઇન્ડિયન પીનલ કોડની કલમ 406 અને 420 અંતર્ગત વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch Crime, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन