Kutch News: હાલ કચ્છમાં (Kutch) દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં (Rise in corona cases) વધારો થઈ રહ્યો છે. ત્રીજી લહેરના પરિણામે કચ્છમાં રોજના કેસ ત્રણ આંકમાં આવી રહ્યા છે છતાં પણ પ્રવાસીઓની (Tourists in Kutch) આવમાં કોઈ ઘટાડો થયો નથી. કચ્છના સૌથી પ્રખ્યાત સફેદ રણમાં (White Rann) હજુ પણ રોજના હજારો પ્રવાસીઓ મુલાકાતે આવી થયા છે. અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં કોરોનાના નિયમો આકરા થતાં કચ્છમાં હજુ પણ કોઈ ખાસ બંધિષણ નથી ત્યારે હજારો લોકો કચ્છ ફરવા પધારી રહ્યા છે.
છેલ્લા અનેક વર્ષોથી કચ્છનું સફેદ રણ દેશ વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ કચ્છનું સફેદ રણ જોવા આવી રહ્યા છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં કારણે પ્રવાસીઓની આગમાં ઘટાડો થયો છે. ગત વર્ષે આ સમયે કોરોનાનો કહેર ખૂબ હતું ત્યારે પ્રવાસીઓની સંખ્યા ખૂબ ઓછી રહી હતી પણ આ વર્ષે કોરોનાના કેસો ઓછા હોતાં અને મોટા ભાગના લોકોનું રસીકરણ થઈ ગયું હોતાં પ્રવાસીઓ ફરી પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે.
આ વર્ષે નવેમ્બરથી શરુ થયેલા રણોત્સવમાં અત્યાર સુધી 2.5 મહિનામાં 1,48,930 લોકો મુલાકાતે આવ્યા હતા. નવેમ્બર મહિનામાં કુલ 60 હજાર લોકોએ રણોત્સવની મુલાકાત લીધી હતું જ્યારે કે ડિસેમ્બર મહિનામાં 59 હજાર લોકો સફેદ રણ જોવા ઉમટ્યા હતા.
2022ની શરૂઆતથી જ કચ્છમાં કોરોનાનો કહેર વધ્યો છે. રોજ એક આંકમાં આવતા કેસો હાલ ત્રણ આંકમાં આવી રહ્યા છે પણ છતાંય પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ડિસેમ્બરના બીજા પખવાડિયામાં કુલ 37 હજાર લોકોએ સફેદ રણની મુલાકાત લીધી હતી જ્યારે કે જાન્યુઆરીના પહેલા 20 દિવસમાં પણ 38 હજાર લોકોએ સફેદ રણની મુલાકાત લીધી હતી તેવું ભુજ ગ્રામ્ય મામલતદાર વી. એચ. બારહટે જણાવ્યું હતું..
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર