કચ્છ: હાલ સંસદનું શિયાળુ સત્ર (Winter Session of Parliament) ચાલુ છે અને પત્રમાં બેંકોના ખાનગીકરણના મુદ્દે (On the issue of privatization of banks) કાનૂન લાવવાની વાતો ચર્ચાઈ રહી છે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજથી બે દિવસની બેંક હડતાળ સમગ્ર દેશમાં પાડવામાં આવી છે. કચ્છની સરકારી બેન્કોની (Government banks) 240 શાખાના 1400 જેટલા કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા હતા. બેંકના ખાનગીકરણ થી પ્રજાને મોટું નુકસાન થશે તેઓ દાવો બેંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓએ હડતાળ પાડી છે. ગુરુવારે અનેક બેંકોના કર્મચારીઓ ભુજની બેંક ઓફ બરોડા ક્ષેત્રીય કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યું હતું. ગુરુવાર અને શુક્રવાર બે દિવસ હડતાળ બાદ શનિવારે ચેક કલિયનરિંગ બંધ રહેશે અને ત્યાર બાદ રવિવાર હોતાં ચાર દિવસ નાણાકીય વ્યવહારને અસર પડશે. આ કારણે જિલ્લામાં અંદાજે આ ચાર દિવસોમાં 400 થી 500 કરોડના નાણાકીય વ્યાહરને અસર પડશે. જો આ સંસદમાં આ બિલ પસાર કર્યા બાદ કાયદો બનશે તો અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતારવાની બેંક કર્મચારીઓએ ચીમકી આપી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર