kutch crime news: થર્ટી ફર્સ્ટની રાત્રે (31st Night) જિલ્લાભરમાં પોલીસ દ્વારા દારૂના રસિયાઓને ગેરકાયદે રીતે દારૂ પિતા રોકવા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રીંક એન્ડ ડ્રાઇવના ગુના (Drink and drive offenses) આચરતા લોકોને રોકવા જિલ્લાના શહેરોના મુખ્ય માર્ગો પર ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.
Kutch news: થર્ટી ફર્સ્ટની રાત્રે અંજારના (Anjar) જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી પોલીસે મકાનના (police station) ભૂગર્ભ ટાંકામાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો હતો. છકડા અને પાણીના ટાંકામાં રાખેલો દારૂ સગે વગે થાય તે પહેલાં જ પોલીસે જપ્ત કર્યો હતો. થર્ટી ફર્સ્ટની રાત્રે (31st Night) જિલ્લાભરમાં પોલીસ દ્વારા દારૂના રસિયાઓને ગેરકાયદે રીતે દારૂ પિતા રોકવા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ડ્રીંક એન્ડ ડ્રાઇવના ગુના (Drink and drive offenses) આચરતા લોકોને રોકવા જિલ્લાના શહેરોના મુખ્ય માર્ગો પર ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. તે ઉપરાંત વેંચાણ અર્થે મંગાવેલ દારૂ પકડવા પોલીસ દ્વારા ખાસ કોમ્બિંગ યોજાઈ હતી.
થર્ટી ફર્સ્ટની કોમ્બિંગ નાઈટમાં અંજાર પોલીસે પાણીના ટાંકામાં છુપાયેલ લાખોનો દારૂ પકડી પડ્યો હતો. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અંજાર પોલીસે શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારના અંબિકા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રેડ પાડી હતી. આરોપી દ્વારા દારૂ છૂપાવવા વપરાયેલ ઘર ચારેય તરફથી બાઉન્ડરીથી બંધાયેલો હોતાં પોલીસે બૂમ પાડતા કોઈએ જવાબ મળ્યો ન હતો.
બહારથી પ્લોટની અંદર પડેલા છકડામાં દારૂની પેટીઓ દેખાતા પોલીસે અંદર પ્રવેશ કર્યો હતો. છકડા પાસે પોલીસને ભૂગર્ભ ટાંકાનું ઢાંકણું ખુલ્લું દેખાતા અંદર એક શખ્સ હાજર હતો અને અંદર દારૂની પેટીઓ રાખેલી હતી.
પોલીસને પાણીના ટાંકામાંથી વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડ્યો હતો. જાપ્તામાં પોલીસે મેકડોવેલ્સ નં.1 વ્હિસ્કીની 732 બોટલો, બલ્સ આઇ ક્લાસિક બ્લેન્ડેડ વ્હિસ્કીની 312 બોટલો, કિંગ્સ ગોલ્ડ સ્પેશ્યલ વ્હિસ્કીની 24 બોટલો અને જારવિસ રિઝર્વ વ્હિસ્કીની 12 બોટલો તેમ કુલ 1080 બોટલો જપ્ત કરી હતી. ઉપરાંત કિંગફિશર બિયરના કુલ 1200 ટીન પણ પકડાયા હતા.
અંજાર પોલીસ દ્વારા આમ કુલ રૂ. 5,16,300નો ગેરકાયદેસર વેંચાણ અર્થે રખાયેલ દારૂ પકડી પડ્યો હતો અને સાથે જ સ્થળ પર હાજર ધનજી ઉર્ફે ધનો રામજીભાઈ ધુવાની ધરપકડ કરી હતી. તે સિવાય મનુભા વીઠઠુભાઈ વાઘેલા વિરુદ્ધ પણ આ પ્રકરણમાં ગુનો નોંધાયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર