Home /News /kutchh-saurastra /

બે યુવતિ ગુમ થયા બાદ અંજારમા આગચંપી,100લોકોના ટોળા સામે ફરિયાદ

ભૂજઃઅંજારમાં ગઇકાલે બે યુવતિઓ ગુમ થયા બાદ તંગદીલીનો માહોલ છે. યુવતિઓને વિધર્મી યુવક ભગાડી ગયાની શંકા વચ્ચે ટોળાએ આજે પણ હંગામો મચાવ્યો હતો. અને ઠેર ઠેર આગચંપી કરી હતી. તોફાની તત્વોનો પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

sp_bhavnaben_on_anjar

ટોળા વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.પૂર્વ કચ્છના SP ભાવના પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.પશ્ચિમ કચ્છના SP મકરંદ ચૌહાણ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.અંજારના દબળા વિસ્તારમાં પણ તંગ વાતાવરણ છે.ભુજ એસપી અને ભુજ પોલીસની ટુકડીઓ અંજાર બોલાવાઈ છે. સમગ્ર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું છે.સમગ્ર માહોલ પર પોલીસે હાલ પુરતો કાબૂ મેળવ્યો છે.

ગઈકાલે થયેલી ઘટનામાં પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો છે. દુકાનમાં આગચંપી માટે 6 આરોપી સામે ગુનો નોધ્યો છે.100 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો છે.

પોલીસની ટીમ દ્વારા સતત પેટ્રોલીંગ ચાલુ છે.ખોટા મેસેજ વાયરલ બાબતે પોલીસ કડક પગલાં  લેશે.આજે અંજારમા અજંપાભરી શાંતિ જોવા મળી છે. સ્કુલોમાં રજાનો માહોલ જોવા મળ્યો છે.બંધને લઈને રાત્રે વધુ બે કેબીનો સળગાવાઈ છે.
First published:

Tags: આગચંપી, પથ્થરમારો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन