Home /News /kutchh-saurastra /કચ્છ : માંડવીમાં 10 લાખની નાશાયુકત હર્બલ ટોનિકની બોટલો પકડાઈ

કચ્છ : માંડવીમાં 10 લાખની નાશાયુકત હર્બલ ટોનિકની બોટલો પકડાઈ

પકડાયેલ નશયુક્ત હર્બલ ટોનિક

આયુર્વેદિક હર્બલ ટોનિકના નામે ગેરકાયદેસર રીતે વહેંચાતી નાશાયુક્ત બોટલો પોલીસે પકડી.

કચ્છ : ગુજરાતમાં કાયદેસર દારૂબંધી હોતાં અહીં સરકાર માન્ય પરમીટ શોપ સિવાય દારૂ વહેંચી શકાય નહીં તેમજ સરકાર માન્ય પરમીટ વગર દારૂનું સેવન પણ કરી શકાય નહીં. આવા કાયદા લાગુ હોવા છતાં પણ ગુજરાતમાં દારૂની રેલમછેલ થતી હોય છે. પ્યાસીઓ દર થોડા સમયે પોલીસથી બચવા નવા નવા નુસખા શોધી આવે.

આ નુસ્ખાઓમાં એક બહુચર્ચિત નુસખો છે હર્બલ ડ્રીંકનો. હર્બલ ડ્રીંકના નામે પ્લાસ્ટિકની નાની નાની બોટલોમાં નશાયુક્ત ઔષધિ વહેંચાય છે. આયુર્વેદિક હર્બલ ડ્રીંકના નામે આવા નશાયુકત પદાર્થ ખુલ્લેઆમ પાનના ગલ્લા પર વહેંચાઈ રહ્યા છે જેને જિલ્લાની પોલીસ છેલ્લા અનેક સમયથી પકડી રહી છે.

માંડવી પોલીસે આજે તાલુકાના નાગલપર ગામમાં સ્વામિનારાયણ મંદિર પાસેના મકાનમાં આવી હર્બલ ટોનિકની બોટલોનો આધાર પુરાવા વગરનો જથ્થો પકડી પાડયો છે. પૂર્વ બાતમીના આધારે આધાર પુરાવા વગરની આ બોટલોનો જથ્થાબંધ વેંચાણ થઈ રહ્યા હોવાનો જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી આ જથ્થો જપ્ત કર્યો હતો.

પોલીસે પાંચ અલગ અલગ બ્રાંડની ૧૩,૫૨૫ નાશાયુક્ત બોટલો પકડી પાડી હતી જેની બજાર કિંમત રૂ. ૧૦,૪૬,૨૫૦ છે. આ જથ્થા સાથે પોલીસે જલારામનગર, માંડવીના ૨૭ વર્ષીય જિગ્નેશ પટેલ અને માંડવીના જ રાજેન્દ્રસિંહ ચૌહાણની અટક કરી ગુનો નોંધ્યો છે. માંડવી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલ અને અન્ય પોલીસ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એક સામાન્ય બીયરના એક કેનમાં જ્યારે ૪-૮ ટકા દારૂનો પ્રમાણ હોય છે ત્યારે આ હર્બલ ડ્રીંકમાં ૯-૧૦ ટકા દારૂ હોય છે. આવા આયુર્વેદિક હર્બલ ટોનિક નું સેવન તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર કરી શકાય નહીં ત્યારે આવી બોટલો કચ્છમાં પાનના ગલ્લાઓ પર લોકો બેફિકર થઈને માણતા દેખાઈ આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા સમય પહેલા માંડવીમાં જ નકલી સીરપ બનાવતી ફેક્ટરી પણ પકડાઈ હતી.
First published:

Tags: Kutch news