Home /News /kutchh-saurastra /

કચ્છ: થર્ટી ફર્સ્ટ પહેલાં જ કચ્છમાં પોલીસ સતર્ક, વેંચાણ અર્થે મંગાવેલ 1.67 લાખનો દારૂ જપ્ત

કચ્છ: થર્ટી ફર્સ્ટ પહેલાં જ કચ્છમાં પોલીસ સતર્ક, વેંચાણ અર્થે મંગાવેલ 1.67 લાખનો દારૂ જપ્ત

પકડાયેલ આરોપીઓ અને જથ્થો

થર્ટી ફર્સ્ટના બે દિવસ પહેલાં જ પશ હિમ કચ્છમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડામાં વેંચાણ અર્થે મંગાવેલ રૂ. 1.67 લાખનો દારૂ જપ્ત કરાયો

    કચ્છ:  થર્ટી ફર્સ્ટના બે દિવસ પહેલાં જ પશ્ચિમ કચ્છમાં પોલીસ દ્વારા 1.67 લાખનો દારૂ પકડી પડાયો છે. મુન્દ્રા અને માધાપરમાં બે અલગ અલગ રેસમાં પોલીસે દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો. થર્ટી ફર્સ્ટને હવે માત્ર બે જ દિવસ બાકી છે ત્યારે દારૂ રસિયાઓ મહેફિલની તૈયારી કરી રહ્યા છે. તેવામાં બૂટલેગરો પણ પોતાના ગ્રાહકોને માલ ઓછો ન પડે તે માટે દારૂનો પુરતો જથ્થો મંગાવી "વ્યવસ્થા" કરી રહ્યા છે. પણ વ્યવસ્થામાં ખલેલ પાડતા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુધવારે બે અલગ અલગ દરોડામાં રૂ. 1,67,060ની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો.

    પશ્ચિમ કચ્છના લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર આઇ. એચ. હિંગોરાને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે માધાપર નવાવાસના રબારીવાસમાં દારૂના વેચાણ અર્થે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઘરમાં રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે મકાન પર દરોડો પાડતાં પોલીસને દારૂની બોટલો ભરેલી અનેક પેટીઓ મળી આવી હતી.

    દરોડામાં પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડના 180 મિલીલિટરના 1,235 ક્વાટરિયા મળી આવ્યા હતા જેની કિંમત રૂ. 1,23,500 છે. તે ઉપરાંત પોલીસને 180 મિલીલિટરના દારૂના 144 ટેટ્રા પેક પણ પકડ્યા હતા જેની કિંમત રૂ. 14,400 છે. પોલીસે મૂળ અમદાવાદના અને માધાપર નવાવાસમાં ભાડે રહેતા 34 વર્ષીય પંકજ તારાચંદ નાગરની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી.

    આ પણ વાંચોઃ-Surendranagar: કુડામાં ભાડાના માત્ર રૂ.150ની ઉઘરાણીમાં દિવ્યાંગ મિત્રની Murder, આરોપી અલ્પેશ પટેલ ઝડપાયો

    બીજી તરફ મુન્દ્રામાં એલ.સી.બી. સ્ટાફના પોલીસકર્મીઓએ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે મંગરા ત્રણ રસ્તાથી ભોરારા ગામ તરફ જતા રસ્તે વાડી વિસ્તારમાં રેડ પાડી હતી. દરોડામાં પોલીસે બહારથી દારૂ મંગાવી કચ્છમાં વેંચાણ કરતા 40 વર્ષીય આશરીયા ઉર્ફે આશો ખીમરાજ ગઢવીની ધરપકડ કરી હતી.

    દરોડા પડેલ વાડીમાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ. 26,060ની કિંમતની 73 બોટલો પકડી હતી. બોટલો ઉપરાંત પોલીસને 180 મિલીલિટરના 31 કવાટરિયા પણ મળ્યા હતા જેની કિંમત રૂ. 3,100 છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, Kutch Crime, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन