Home /News /kutchh-saurastra /

Kutch: આવી ટેકનિક જોઈ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, 5.75 કિલો ગાંજા સાથે વૃદ્ધની ધરપકડ

Kutch: આવી ટેકનિક જોઈ પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, 5.75 કિલો ગાંજા સાથે વૃદ્ધની ધરપકડ

પકડાયેલ જથ્થા સાથે આરોપી

ભુજમાં પોલીસ દ્વારા વેચાણ અર્થે રાખેલ પાંચ કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. આરોપી માદક પદાર્થનો જથ્થો સગેવગે કરી તે પહેલાં જ પોલીસે રેડ પાડી ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડયો હતો.

    કચ્છ: ભુજમાં પોલીસ દ્વારા વેચાણ અર્થે રાખેલ પાંચ કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. આરોપી માદક પદાર્થનો જથ્થો સગેવગે કરી તે પહેલાં જ પોલીસે રેડ પાડી ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડયો હતો.

    પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગેલાભાઈ ગઢવીને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભુજના ગાંધીનગરીમાં રહેતા એક શક્સ દ્વારા માદક પદાર્થ ગાંજાનો પાંચ કિલોગ્રામનો જથ્થો મંગાવી પોતાના ઘરમાં રાખવામાં આવ્યો હતો. મંગાવેલ જથ્થાનો ઈસમ વેચાણની તજવીજ કરી રહ્યો હોવાની માહિતી પણ પોલીસને બાતમી દ્વારા મળી હતી.

    પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને ખાસ ટીમ બનાવી ભુજના એરપોર્ટ રોડ પર આવેલ ગાંધીનગરીમાં રહેણાંક મકાનમાં રેડ પાડી હતી. મકાનની ઝડતી તપાસ દરમ્યાન બાથરૂમની બાજુમાં આવેલ ખાળકૂવાની પાછળ આવેલ જગ્યામાં બળતણના લાકડા નીચે પોલીસને એક ખાડો મળી આવ્યો હતો. ટાઇલ્સની નીચે ખાડામાં એક પ્લાસ્ટિકના કોથળામાંથી ખાખી સેલોટેપથી વિંટાયેલા બે પેકેટ મળી આવ્યા હતા. પેકેટ અને કોથળામાંથી પોલીસને લીલા તથા ભુખરા રંગના પાંદડા, ફુલ, ડાળીઓ અને બીજ મળ્યા હતા.

    આ પણ વાંચો: ગાંધીનગર: પોલીસની આત્મહત્યામાં મોટો વળાંક,'પત્ની સાથેના અંગત વીડિયો ઉતારી વાયરલ કર્યા'

    પ્રાથમિક તપાસમાં ભીનાશ વાળા પદાર્થને સુંઘતા તેમાંથી ગાંજા જેવી ગંધ આવી હતી અને તે કારણે પોલીસ દ્વારા ખરાઈ કરવા ફોરેન્સિક સાયન્સ લેબનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. એફ.એસ.એલ.ની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસમાં તે પદાર્થને ગાંજો હોવાની માહિતી આપી હતી જે બાદ પોલીસે 66 વર્ષીય આરોપી અલીમામદ ઉર્ફે અલાયો જુમ્મા નોડેની ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો: વિજય સુવાળાએ ભાજપનો ખેસ પહેર્યો, કહ્યું- 'હું તન, મન અને ધનથી લોકની સેવા કરીશ'

    પોલીસને અલાયો નોડેના ઘરમાંથી 5.753 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત રૂ. 57,539 થાય છે. ગાંજાના જથ્થા ઉપરાંત પોલીસને આરોપી પાસેથી એક કીપેડ મોબાઈલ ફોન પણ મળ્યો હતો. આ રીતે પોલીસે કુલ રૂ. 58,030નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch Crime, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन