Home /News /kutchh-saurastra /

kutch news: વોટર ડ્રમીંગ અને ફાયર ડ્રમીંગ બાદ અનોખા અશ્વત્થામા ઢોલ થકી કચ્છનો યુવક રોકસ્ટાર તરીકે પ્રખ્યાત

kutch news: વોટર ડ્રમીંગ અને ફાયર ડ્રમીંગ બાદ અનોખા અશ્વત્થામા ઢોલ થકી કચ્છનો યુવક રોકસ્ટાર તરીકે પ્રખ્યાત

અશ્વત્થામા

અશ્વત્થામા ઢોલ

kutch news: ભુજના સોયમ લાડકા લંઘા સમાજથી છે અને આ સમાજ અનેક દાયકાઓથી સનાગુત સાથે જોડાયેલો છે. સમાજના દરેક ઘરના પુરુષો મોટે ભાગે ઢોલ કલાકાર હોય છે અને કચ્છભરમાં તેમની કળા માટે એક વિશેષ આકર્ષણ છે.

  kutch news: કોઈ પણ વ્યક્તિને કંઈ હાંસલ કરવા માટે કઠિનાઈનો સામનો કરવો પડે ત્યારે તે હાંસલ કરવા વિશેષ મહેનત સાથે પોતાનું ભવિષ્ય ઊજળું બનાવે છે. તેમાં પણ જો એક યુવાન કંઈ ધરી લે તો તે કરીને જ જંપે. આ સાબિત કરે છે ભુજનો એક યુવાન જેણે કામ માટે રસ્તા પર રતો પસાર કર્યાથી લઈ રોકસ્ટાર બનવા સુધીનો સફર કર્યો છે.

  ભુજના સોયમ લાડકા લંઘા સમાજથી છે અને આ સમાજ અનેક દાયકાઓથી સનાગુત સાથે જોડાયેલો છે. સમાજના દરેક ઘરના પુરુષો મોટે ભાગે ઢોલ કલાકાર હોય છે અને કચ્છભરમાં તેમની કળા માટે એક વિશેષ આકર્ષણ છે. જો કે સોયમભાઈ આ કળા અને વ્યવસાય સાથે ખૂબ પાછળથી જોડાયા પણ આજે પોતાના ઢોલ વગાડવાની અનોખા અંદાજ થકી રોકસ્ટાર તરીકે જાણીતા છે.

  પોતાના શાળાના દિવસોમાં પોતાની મહેનતે પૈસા કમાવવા સોયમ રાત્રે વર્તમાનપત્રની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા અને ત્યાર બાદ ત્યાંથી છાપા લઈ લોકોના ઘરે પહોંચાડવા જતા. આ વચ્ચે એક વખત શહેરમાં લાગેલા નવરાત્રિના બેનરમાં પોતાનો ફોટો આવે તેવી તેમને ઈચ્છા થઈ અને ભાઈના કહ્યા મુજબ બેઝ ડ્રમ વગાડવાની શરૂઆત કરી. તે સમયે બોલીવુડના મશહૂર મ્યુઝિક ડાયરેક્ટર વીજુ શાહ ભુજ ખાતે નવરાત્રીમાં પોતાની ઓર્કેસ્ટ્રા સાથે ગરબાની રમઝટ બોલાવવાના હોતાં તેમની સાથે વગાડવાનો મોકો મળ્યો અને ત્યાર બાદ મુંબઇ ખાતે પણ વીજુ શાહ સાથે અનેક જગ્યાએ પર્ફોર્મ કર્યું હતું.

  આ પણ વાંચોઃ-Rajkot: હૃદયદ્રાવક ઘટના! દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે કુદરતે છીનવ્યા પિતાના પ્રાણ, ધ્રૂસકે ધ્રૂસકે રડી વ્હાલસોયી પુત્રી

  2016માં બોલીવુડના જાણીતા કચ્છી ઢોલી ભાઈઓ હનીફ અસ્લમ તરફથી સોયમભાઈને હૈદરાબાદમાં નવરાત્રી દરમ્યાન ઢોલ વગાડવાનો મોકો મળ્યો. હૈદરાબાદમાં મોટા સમૂહને આકર્ષવા સોયમ ભાઈને એક મોટું પ્લેટફોર્મ મળ્યું જ્યાં વોટર ડ્રમીંગ કરી તેમણે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

  વોટર ડ્રમીંગ બાદ સોયમભાઈએ ફાયર ડ્રમીંગની શરૂઆત કરી અને તે મુદ્દે News18 સાથે વાતચીત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, "મેં ફાયર ડ્રમીંગ જાતે જ શીખી અને તેમાં મને અથાક મહેનત કરવી પડી. આ સમયમાં પ્રેસ્કતિસ દરમ્યાન મારા પોતાના ઘરની અનેક વસ્તુઓ પણ આજનો શિકાર બની હતી પણ મેં થંભ્યા વિના પ્રેસક્ટીસ શરૂ રાખી અને અંતે મને સફળતા મળી."

  આ પણ વાંચોઃ-Chhotaudepur: બૂટલેગરનો એકદમ નવો કીમિયો ફેઈલ! ટ્રેક્ટરના થ્રેસરમાં ચોરખાનામાંથી 2320 બોટલ દારૂ ઝડપાયો

  ફાયર ડ્રમીંગ બાદ સોયમભાઈએ વોટર અને ફાયર ડ્રમિંગને મેળવી પાણીમાં આગ લગાવી હતી જેણે લોકોને આશ્ચર્યચકિત કરી હતી. "મને એક મિત્રએ સલાહ આપી હતી કે વોટર ડ્રમીંગ અને ફાયર ડ્રમીંગ તો અનેક લોકો કરે છે પણ જો હું પાણીમાં આગ લગાડું તો કંઇક નવીનતા લાવી શકું. ઘણા પ્રયત્ન બાદ પણ મને સફળતા મળી ન હતી પણ રાજા ફિલ્મમાં જે રીતે બગીચાના ફુવારામાં આગ લગાડવામાં આવે છે તેનાથી મને પણ ફરી એ કરી દેખાડવાની ધગશ જાગી અને ઘણા પ્રયાસો બાદ તેમાં પણ સફળ થયો.

  આ દરમ્યાન સોયામભાઈને ભારતીય ટેલિવિઝ ના એક જાણીતા રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં ભાગ લેવાનો મોકો પણ મળ્યો હતો જેમાં તેમના ઓડિશન અને પ્રોમોનું પણ શૂટિંગ થઈ ગયું હતું. પણ અમુક કારણોસર સોયમભાઈએ શોના પહેલા એપિસોડ પહેલા જ તેમાંથી પોતાનું નામ બહાર કરાવ્યું હતું.

  આ પણ વાંચોઃ-crime news: પાંચ બાળકોની માતાને પરપુરુષ સાથે ઈલુ ઈલુ કરવું ભારે પડ્યું, આશિકે આપ્યું દર્દનાક મોત

  વોટર અને ફાયર ડ્રમીંગ બાદ કંઇક નવું કરવાની આશાથી સોયમભાઈએ અનેક ઢોલ ભેગા કરી 360 ડિગ્રી પર વગાડી શકાય તે રીતનું એક નવતર સાધન બનાવ્યું જેને તેમણે નામ આપ્યું અશ્વત્થામા. "2018 બાદ કંઈ નવું કર્યું ન હતું અને તે જ વિચાર સાથે અશ્વત્થામા બન્યું જેને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે," તેવું સોયમભાઈએ કહ્યું હતું.

  ઉલ્લેખનીય છે કે હાલ ભુજનો પોતીકો પુત્ર સોયમ લાડકા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે. દેશ વિદેશમાં હજારો શો કર્યા બાદ યુવાન ઉંમરે આજે રોકસ્ટાર સોયમના નામે પ્રખ્યાત બન્યો છે. ઈન્સ્ટાગ્રામ પર સોયમભાઈના 76 હજારથી વધારે ફોલોવર્સ છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarati news, Kutch news

  આગામી સમાચાર