Home /News /kutchh-saurastra /

કચ્છમાં વધુ એક હનીટ્રેપ: લોકગાયકની મહિલા સાથે નગ્નાવસ્થામાં વિડિયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

કચ્છમાં વધુ એક હનીટ્રેપ: લોકગાયકની મહિલા સાથે નગ્નાવસ્થામાં વિડિયો વાયરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

પ્રતીકાત્મક તસવીર

ફેબ્રુઆરી મહિનામાં કચ્છના એક લોકગાયક મહિલા સાથે નગ્નાવસ્થામાં ઝડપાયા હોવાની વિડિયો હાલમાં વાયરલ થયા બાદ લોકગાયકે ભુજ બી ડિવિઝન પોલીને સ્ટેશન ખાતેપૈસા પડાવવા અંગેની ફરિયાદ દાખલ કરી હતી.

  કચ્છમાં રાજકારણીઓના (Kutch Politicians) અનેક એમએમએસ બાદ કચ્છી કાફી, કવ્વાલી અને સિંધી સૂફી રચનાઓના જાણીતા વયોવૃધ્ધ ગાયકની (Kutchi Folk Singer) એક રૂમમાં નગ્ન હાલતમાં મહિલા સાથેનો અશ્લિલ વીડિયો ક્લિપ વાયરલ (Kutchi Folk Singer viral video) થતાં કચ્છમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં કચ્છી કલાકાર એક મહિલા સાથે નગ્નાવસ્થામાં ઝડપાયો હતો તે સમયનો વિડિયો હમણાં વાયર થયા બાદ કલાકારે પોતાને નશયુક્ત ચા પિવડાવી પૈસા પડાવવા (Honeytrap) આ કરાયું હોવાની ફરિયાદ દાખલ કરી હતી.

  ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બુધવારે નોંધાયેલ ફરિયાદ મુજબ કલાકારને ગયા મહિનાની 20મી તારીખના રોજ ભુજના અંજલિ નગર 2માં રહેતી નઝમાં જુશબ લંઘાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશા વાળી ચા પીવડાવી હતી. મહિલા દ્વારા કલાકારને પીવડાવવામાં આવેલ ચામાં નશાયુક્ત ગોળીઓનું મિશ્રણ કરેલું હોઈ ચા પીધા બાદ ફરિયાદી બેહોશ થઈ ગયાં હતા. થોડીકવાર બાદ મોબાઈલ ફોનની રીંગ વાગવા માંડતા તે હોશમાં આવ્યાં ત્યારે ફોન દૂર પડ્યો હતો અને શરીર પર એકપણ કપડાં ન હતા.

  ફરિયાદી ઉઠીને ફોન લેવા ગયા ત્યાં જ અચાનક બે અજાણ્યા શખ્સો રૂમમાં આવી ચડ્યાં હતા. જેમાંનો એક દુધઈનો ઓસમાણ મિંયાણા હતો અને પઠાણી પહેરેલો બીજો શખ્સ ઓસમાણનો સાગરીત હતો. કલાકારને પોલીસમાંથી આવીએ છીએ તેમ જણાવી રૂ. 12 હજાર રોકડ અને ફોન પડાવી લીધા હતા અને પોલીસનો ભય બતાવી વધુ નાણાંની માગ કરી હતી.

  આ પણ વાંચો: રાજ્યમાં હોળીની પૂર્વ સંધ્યાએ 28 જિલ્લા અને 4 મહાનગરોમાં 'કોરોના દહન', નવા કેસ શૂન્ય

  ગુનેગારો દ્વારા આ ક્લિપ વાયરલ કરી નાખવાની ધમકી સાથે 25 લાખની માંગણી કરાઇ હતી. આ બાબતમાં સામાજિક અગ્રણીઓની મધ્યસ્થી અને મહિલાએ અશ્લીલ વીડિયો ડિલીટ કરી નાખ્યો હોવાની ખાતરી બાદ પોલીસ ફરિયાદ કરવામાં નતી આવી. પરંતુ ગાયક કલાકારનો અશ્લીલ વીડિયો અચાનક વાયરલ થયો હતો અને આ વીડિયો તેના પરિવાર સુધી પહોંચી જતા અંતે ગાયક કલાકારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાનું મન બનાવ્યું હતું.

  આ પણ વાંચો: Holi 2022: હોળીના દિવસે મુહૂર્ત સારું ન હોવા છતાં હોળી પગટાવવી પડશે

  ગઈકાલે 14 માર્ચે તેમની અશ્લિલ ક્લિપ વાયરલ થવા માંડી હતી અને ફરિયાદીને આ અંગે તેમના પત્નીએ જ જાણ કરી હતી. જેથી આજે તેમણે નઝમા, ઓસમાણ અને તેના સાગરીત મળી ત્રણ લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.ગુનેગારો વિરુદ્ધ આઈપીસી 384, 328 સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. હનીટ્રેપ અને બ્લેક મેલિંગના આ કેસમાં મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Crime news, Kutch Crime

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन