Home /News /kutchh-saurastra /

Kutch Weather: કોલ્ડ વેવના કારણે જિલ્લામાં કાતિલ ઠંડી, આવતીકાલથી ઠંડીમાં થશે ઘટાડો

Kutch Weather: કોલ્ડ વેવના કારણે જિલ્લામાં કાતિલ ઠંડી, આવતીકાલથી ઠંડીમાં થશે ઘટાડો

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કોલ્ડ વેવની આગાહીથી સમગ્ર કચ્છ ઠંડુગાર બન્યું હતું અને બુધવારથી ફરી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા

  કચ્છ: રાજ્યભરની સાથે કચ્છમાં પણ બે દિવસ કોલ્ડ વેવની આગાહી (cold wave forecast) કરવામાં આવી હતી ત્યારે સોમવારે સમગ્ર દિવસ જિલ્લામાં લોકોએ હાથ થીજાવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. જો કે આજે મંગળવારે કોલ્ડ વેવની (cold wave in kutch) આગાહી પૂર્ણ થતાં આવતીકાલથી જિલ્લાભરમાં તાપમાનમાં વધારો થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. હાલ જિલ્લાના ત્રણ મથકનું ન્યુનત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં રહે છે અને આવતીકાલથી તાપમાન વધતાં પારો ફરી દીને ધીમે ડબલ ડિજિટમાં પહોંચશે અને ઠંડીમાં ઘટાડો થશે.

  રાજ્યમાં ગઈ કાલથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે અને ફરીથી લઘુતમ તાપમાનનો પારો નીચે સરક્યો છે અને ઠંડીના ચમકારાથી તમામ લોકો ઠુંઠવાયા હતા તો આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. રાજ્યમાં આજે પણ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

  રાજ્યમાં ઉતર પશ્ચિમના ઠંડા પવનોથી કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ ખાતે હાલમાં દિવસભર કોલ્ડ વેવની અસર વર્તાશે અને ઠંડા અને સૂકા પવન ફૂંકાશે ઉપરાંત રાજ્યના ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં પણ 26 જાન્યુઆરી સુધી રોજ કોલ્ડ વેવની અસર વર્તાશે તો શીતલહેરને લઈ તકેદારી રાખવા માટે હવામાન વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

  આ પણ વાંચો: ગોધરા: લગ્નનાં ફેરાનાં ગણત્રીની કલાક પહેલા જ પિતાના ઘરમાં દીકરીની ડોલી નહીં અર્થી ઉઠી

  હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આજે રાજ્યના જિલ્લાઓમાં 4 ડિગ્રીથી 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તો સૌથી ઓછું તાપમાન રાજ્યના શિતમથક કચ્છના નલિયા ખાતે 4.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને બાકીના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ અગાઉ કરતાં પ્રમાણમાં વધ્યું હતું.  જિલ્લાના મુખ્ય મથક ભુજમાં તાપમાન 0.6 ડિગ્રી ઘટીને 10.2 ડિગ્રી થયું હતું, તો કંડલા પોર્ટ પર 2 ડિગ્રી ઘટાડો નોંધાઈ 9 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ વિસ્તારમાં પણ તાપમાનમાં 2.4 ડીગ્રીનો ઘટાડો આવ્યો હતો જે બાદ ન્યુનત્તમ તાપમાન 7.4 ડિગ્રી થયું હતું.

  આ પણ વાંચો: ગાંધીનગર, અમદાવાદમાં ઠંડીનો રેકોર્ડ તૂટ્યો, હજી 3 દિવસ કાતિલ coldwave ની આગાહી

  નલિયા અને કંડલા પોર્ટ પર તાપમાન સામાન્યથી ઘણું નીચું હોતાં કોલ્ડ વેવની અસર દેખાઈ હતી. નલિયા નું ન્યુનત્તમ તાપમાન સામાન્યથી 6.1 ડિગ્રી નીચું રહ્યું હતું તો કંડલા પોર્ટ પર 5.2 ડિગ્રી ઓછું રહ્યું હતું. આવતીકાલથી જ જિલ્લાના તાપમાનમાં વધારો નોંધાશે અને આગામી પાંચ દિવસોમાં તાપમાનનો પારો ચારથી ડિગ્રી ઉપર જશે.

  આ પણ વાંચો: કડકડતી ઠંડીથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત, ક્યારે મળશે રાહત? જાણો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

  રાજ્યના મહાનગરોમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, કચ્છ જેવા જિલ્લાઓમાં લઘુતમ તાપમાન સિંગલ ડીઝીટમાં સરક્યું છે તો મહાનગરોમાં લોકો ઠંડીના ચમકારાથી ઠુંઠવાયા છે. મહાનગરોમાં શિતલહેરની અસર વર્તાઈ રહી છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Gujarat Weather, Kutch, કચ્છ

  આગામી સમાચાર