Home /News /kutchh-saurastra /

Kutch News: માવઠામાં વિરામ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઠંડક પ્રસરી,વહેલી સવારે ધુમ્મસ છવાયું

Kutch News: માવઠામાં વિરામ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઠંડક પ્રસરી,વહેલી સવારે ધુમ્મસ છવાયું

ભેજનું પ્રમાણ વધ્યું

Weather Forecast: હવામાન વિભાગ દ્વારા કરાયેલ વરસાદની આગાહી મુજબ જિલ્લામાં છુટ્ટાછવાયા છાંટા બાદ ભેજ વધતા ઠંડકમાં વધારો થયો હતો

    કચ્છમાં માવઠામાં વિરામ વચ્ચે વહેલી સવારે ભેજમાં ભારે વધારો. જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાયું હતું.

    જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. બુધવારે પરોઢથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર છાંટા શરૂ થયા હતા. બુધવારે સમગ્ર દિવસ છૂટાછવાયા છાંટા બાદ ગુરુવારે સવારના ભાગે લેખેલા છાંટા ઉપરાંત માવઠું પડયું ન હતું. જો કે સમગ્ર દિવસ વરસાદી માહોલ વચ્ચે ઠંડીએ જોર પકડ્યું હતું.

    જિલ્લામથક ભુજમાં શુક્રવારે સવારે ન્યુનત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું જે ગઈકાલથી વધારે છે. જિલ્લાના સૌથી ઠંડા નલિયા મથકનું પણ ન્યુનત્તમ તાપમાન આજે શુક્રવારે વધીને 16.2 થયું હતું અને સાથે જ કંડલાનું ન્યુનત્તમ તાપમાન પણ વધીને 17.5 ડિગ્રી નોંધાયું હતું.

    જિલ્લાના મથકો પર હવામાન વિભાગ દ્વારા માપણી મુજબ તાપમાનનો પરો ઊંચો આવ્યો છે પણ હવામાં મોટી માત્રામાં ભેજ હોવાના કારણે વરસાદી ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે. જિલ્લામથક ભુજમાં ગઈકાલે સાંજે 5.30 વાગ્યે વાતાવરણમાં 49 ટકા ભેજ નોંધાયું હતું જે સવારે વધીને 94 ટકા થયું હતું. વહેલી સવારે ભુજ શહેરમાં ઝાકળ બેસતા રસ્તાઓ અને ગાડીઓ પર પણ ઝાકળ જામી હતી.

    નલિયામાં ગઈકાલે સાંજે 59 ટકા ભેજ નોંધાયું હતું જે આજે સવારે 8.30 વાગ્યે વધીને 87 ટકા થયું હતું. કંડલામાં ગઈકાલે સાંજે 75 ટકા ભેજ સાથે સવારે 90 ટકા ભેજ વાતાવરણમાં નોંધાયું હતું.

    ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને વરસાદી ઠંડકનું અનુભવ થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ આજે વરસાદની આગાહીનો અંતિમ દિવસ છે. કાલથી બે દિવસ જિલ્લામાં હળવો વાદળછાયો વાતાવરણ રહેશે અને ત્યારબાદ આક્ષ સાફ થતાં તડકો નીકળશે.

    ગત બે દિવસમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા ઝરમર છાંટા વરસ્યા હતા. ભુજ શહેરમાં ગઈકાલે 0.2 મી.મી., કંડલામાં 2 મી.મી. તો નલિયામાં 0.3 મી.મી. વરસાદ નોંધાયો હતો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kutch news, Kutch Weather, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन