કચ્છ: આ મહિને રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. પણ તે વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છમાં આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે. પક્ષનો ગુજરાત ચહેરો એવા ઈસુદાન ગઢવી શનિવારે એક દિવસના કચ્છના પ્રવાસે આવ્યા હતા. જિલ્લામથક ભુજ ખાતે ઈસુદાન ગઢવીએ પક્ષના કાર્યકરો સાથે સભા યોજી હતી. આ સભામાં દરેક કાર્યકર બીજા સો કાર્યકરોને જોડે તેમજ જનમત સર્વે કરવા બાબતે ચર્ચાઓ થઈ હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર