માંડવીઃ કોલેજમાં અભ્યાસ માટે જતી 7 દલિત છોકરીઓની ચાલુ બસમાં છેડતી

News18 Gujarati
Updated: August 23, 2018, 10:25 AM IST
માંડવીઃ કોલેજમાં અભ્યાસ માટે જતી 7 દલિત છોકરીઓની ચાલુ બસમાં છેડતી
પ્રતિકાત્મક તસવીર

છોકરીના જણાવ્યા પ્રમાણે બસમાં મુસાફરી દરમિયાન યુવકો તેમની સામે ગંદા ઈશારા કરતા હતા.

  • Share this:
કચ્છના માંડવી તાલુકામાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં સાત જેટલી દલિત છોકરીઓની છેડતા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં બસમાં હાજર એક વ્યક્તિએ છોકરીઓ સામે ગંદા ઈશારા કરી રહેલા યુવકોને ટપારતા તેણે પણ માર મારવામાં આવ્યો હતો. તમામ છોકરીઓ માંડવીના મોટા લાયજા ગામની વતની હોવાનું માલુમ પડ્યું છે. આ મામલે પોલીસે આઠ યુવકો સામે ફરિયાદ નોધી છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ઉચ્ચ જ્ઞાતિના અમુક યુવકો છેલ્લા 15 જેટલા દિવસથી યુવતીઓને પરેશાન કરી રહ્યા હતા. માતાપિતા કોલેજ છોડાવી દેશે તેવા ડરને કારણે તેઓ આ સત્તામણી સામે ચૂપ રહી હતી. પરંતુ મંગળવારે આ યુવતીના બચાવમાં આવેલા એક યુવક સાથે મારપીટ કરવામાં આવ્યા બાદ આ સમગ્ર મામલો ઉજાગર થયો હતો.

આ અંગે એક યુવતીએ માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. છોકરીના જણાવ્યા પ્રમાણે બસમાં મુસાફરી દરમિયાન યુવકો તેમની સામે ગંદા ઈશારા કરતા હતા. આરોપીઓમાંથી બે યુવકો આ યુવતીઓની સાથે જ માંડવી કોલેજમાં અભ્યાસ કરે છે, તેમજ તેમની સાથે જ બસમાં આવ જા કરે છે. તમામ આરોપીઓ મોટા લાયજા ગામ પછી આવતા પાંચોટિયા ગામના વતની છે.

છોકરીની ફરિયાદ પ્રમાણે યુવકો ફક્ત ગંદા ઈશારા જ નહીં તેમની જાતિને લઈને પણ ટિપ્પણી કરતા હતા. ફરિયાદ પ્રમાણે યુવકો છોકરીઓને ખરાબ રીતે સ્પર્શ પણ કરતા હતા. મંગળવારે મોહમ્મદ હુસૈન સુલેમાન નામના વ્યક્તિએ યુવકોને છોકરીઓને પરેશાન કરવા બદલ ટપાર્યા હતા. બાદમાં આ યુવકોએ ફોન કરીને તેમના સાગરીતોને મોટા લાયજા ગામે બોલાવી લીધા હતા.

સુલેમાન બસની નીચે ઉતરતા જ તેના પર આઠ જેટલા લોકોએ તલવાર, પાઇપ અને લાકડીથી હુમલો કરી દીધો હતો. ફરિયાદી યુવતીના પિતા જ્યારે બસ સ્ટેન્ડ પહોંચ્યા ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ભરત ગઢવી, નારન ગઢવી, સંભુ ગઢવી, હરેશ ગઢવી, રામ ગઢવી, ગોવિંદ ગઢવી અને મોહન ગઢવી સામે ફરિયાદ દાખલ કરી છે.
First published: August 23, 2018, 10:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading