Home /News /kutchh-saurastra /

Drugs Case: પાકિસ્તાનથી આવતું રૂ. 400 કરોડનું ડ્રગ્સ પકડાયું; ઘૂસણખોરી માટે કચ્છ પ્રવેશદ્વાર બન્યું

Drugs Case: પાકિસ્તાનથી આવતું રૂ. 400 કરોડનું ડ્રગ્સ પકડાયું; ઘૂસણખોરી માટે કચ્છ પ્રવેશદ્વાર બન્યું

એપ્રિલ મહિનામાં પકડાયેલ બોટ

Kutch Samachar: ફરી એક વખત જખૌ પાસેથી તટરક્ષક દળ દ્વારા મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયું હતું ત્યારે કચ્છને ઘૂસણખોરી માટે એન્ટ્રી પોઇન્ટ બનાવનાર નરાધ

    રવિવારે કચ્છના (Kutch Samachar)જખૌ બંદર પાસેથી કોસ્ટ ગાર્ડ અને એન્ટી ટરરિસમ સ્કવોડે (ATS)પાકિસ્તાનથી આવતું 77 કિલોગ્રામ હેરોઇન પકડી પાડ્યું હતું. અંદાજે રૂ. 400 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ (Drugs in Kutch)  સાથે છ પાકિસ્તાની પકડાયા હતા.

    છેલ્લા લાંબા સમયથી ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે કચ્છ એન્ટ્રી પોઇન્ટ બન્યું છે. પાકિસ્તાનથી એકદમ નજીક એવા ભારતના કચ્છ જિલ્લમાં દરિયાઈ માર્ગે કચ્છ ઘુસાડવામાં આવે છે. ઉપરાંત આયાત નિકાસના કાયદેસર માર્ગે પણ અન્ય ચીજવસ્તુની આડમાં જહાજોના કન્ટેનર મારફતે પણ ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. અનેક દેશોમાંથી પાકિસ્તાન મારફતે ભારતમાં કચ્છ થકી ડ્રગ્સ ઘુસાડી દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં અનેક દેશોના ડ્રગ્સ માફિયા શામેલ હોય છે.

    ઇન્ટેલિજન્સ માહિતી મળ્યા બાદ રવિવારે ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત પોલીસના આતંકવાદ વિરોધી શાખા દ્વારા યોજાયેલ એક જોઇન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી ભારતમાં દરીયા મારફતે ઘુસાડવામાં આવતું હેરોઇન પકડાયું હતું. 77 કિલોગ્રામ હેરોઇન અલ હુસૈની નામની બોટ દ્વારા લાવવામાં આવી રહ્યું હતું. અરબી સમુદ્રની ભારતીય હદમાં પ્રવેશ કરતા જ કોસ્ટ ગાર્ડે બોટને ઘેરી લીધું હતું. 77 કિલોગ્રામ હેરોઈનની કિંમત રૂ. 400 કરોડ જેટલી હોવાની માહિતી સંરક્ષણ દળ દ્વારા અપાઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર 6 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ બોટ અને તેના પર સવાર આરોપીઓને જખૌ બંદરે લઈ આવવામાં આવ્યા છે જ્યાં પૂછપરછ બાદ આ સર્વેને જખૌ પોલીસને સોંપવામાં આવશે.

    કચ્છનું જખૌ બંદર પાકિસ્તાનથી સૌથી નજીકનું બંદર છે અને તેથી જ આવી ગેરકાયદેસર ઘૂસણખોરી માટે નરાધમો માટે હોટ ફેવરિટ હોતાં માદક પદાર્થોની ઘૂસણખોરી માટે એન્ટ્રી પોઇન્ટ બન્યું છે. અનેક વખત જખૌ પાસેના દરિયામાંથી ડ્રગ્સ ઉપરાંત પાકિસ્તાની બોટ અને નાગરિકો પણ તટરક્ષક દળ દ્વારા પકડાયા છે.

    આ વર્ષે એપ્રિલ મહિનામાં જખૌ પાસેના દરિયામાંથી જ ભારતીય તટરક્ષક દળ અને ગુજરાત એટીએસ દ્વારા જોઇન્ટ ઓપરેશનમાં પાકિસ્તાનથી કચ્છમાં બોટ મારફતે આવતો રૂ. 150 કરોડનું 30 કિલોગ્રામ હેરોઇન પકડાયું હતું. ત્યારે જ આ આવેશમાં જ કચ્છના અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ પર કન્ટેનરમાંથી હજારો કરોડનું ડ્રગ્સ પાવડર સાથે મિક્સ કરી ઘુસાડવામાં આવ્યું હતું જે પકડાયા બાદ એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી આવા અનેક જાપ્તામાં ડ્રગ્સ અને પાકિસ્તાની નાગરિકો પકડાયા છે પણ જો સુરક્ષામાં યોગ્ય વધારો નહીં થાય તો હથિયાર અને આર.ડી.એકસ. જેવી ઘાતકી વસ્તુઓની ઘૂસણખોરી પણ થઈ શકે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Drugs Case, Kutch Samachar, Local Samachar, ડ્રગ્સ

    આગામી સમાચાર